સુરત સિવિલ હોસ્પિટલે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કર્યો, આ રીતે લોકોને ગરમીથી બચાવશે!
સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળજાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. 40થી વધુ ડિગ્રી તાપમાનનો સુરતીઓ અ

સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળજાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. 40થી વધુ ડિગ્રી તાપમાનનો સુરતીઓ અનુભવ કરી રહ્યાં છે. ત્યારે આ ગરમી અને હીટવેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટવેવને લઈને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
અલાયદો વોર્ડ ઉભો કરાયો
ઓરેન્જ એલર્ટને લઇ નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હીટવેવને ધ્યાને રાખી નવી સિવિલમા અલાયદો વોર્ડ ઊભો કરાયો છે. હીટવેવમા કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સીસને આપવામાં આવી રહી છે. નવી સિવિલ હોસ્પિટલની નર્સોને મેડીકલ માહિતી આપવામાં આવી રહી છે.
ગરમીનો પારો સતત વધી રહ્યો છે
કોઇ પણ દરિયા કિનારાના શહેરમાં તાપમાનનો પારો 37 ડીગ્રી સુધી ઉંચો જાય તે સ્વાભાવિક ગણાય છે. પરંતુ તેની ઉપર જાય ત્યારે હીટવેવની ચિંતા સતાવે છે તેવો હવામાન ખાતાનો અભ્યાસ છે. છેલ્લા થોડા વરસોથી શહેરના તાપમાનનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતા તાપમાનનો પારો વધી રહ્યો છે.
2004માં સુરતનું તાપમાન 44 ડિગ્રી પર પહોંચી ગયું હતું
છેલ્લા થોડા સમયથી કલાયમેન્ટ ચેન્જની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત ઉંચુ જઇ રહ્યું છે. વર્ષ 2004માં તો એક દિવસ સુરતમાં 44.44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આજ સુધીનું સર્વાધિક છે. જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન 42 ડિગ્રી થઈ જવું સામાન્ય બની ગયું છે. ત્યારે હવે હીટસ્ટ્રોકનું જોખમ સુરતવાસીઓ પર વધ્યું છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરી દેવામાં આવી છે.








