મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાંદીપુરા વાયરસ સામે સુરતની સિવિલ હોસ્પિટલ સજ્જ, 10 બેડનો અલગથી વિભાગ કરાયો શરૂ

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી છે. બાળકોમાં ફ

ચાંદીપુરા વાયરસ સામે સુરતની સિવિલ હોસ્પિટલ સજ્જ, 10 બેડનો અલગથી વિભાગ કરાયો શરૂ

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી છે. બાળકોમાં ફેલાતા આ રોગને લઈને દક્ષિણ ગુજરાતમાં કોઈ કેસ નોંધાય તો તેમની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા તૈયારીઓ શરૂ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરની ટીમ સ્ટાફ સાથે 24 કલાક કાર્યરત રહેશે.

અલગથી વિભાગ શરૂ

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિકના હેડ જીગીષા પાટડિયાએ કહ્યું કે, ચાંદીપુરાના કેસ જે રીતે રાજ્યમાં જોવા મળી રહ્યાં છે. તેને લઈને સુરત સિવિલ વિભાગમાં આવા સંભવિત કેસ દક્ષિણ ગુજરાતમાં આવે તો 10 બેડનો અલગથી વિભાગ શરૂ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઈમરજન્સી ટીમ 24 કલાક રહેશે. 7 ડોક્ટરનો સ્ટાફ આ યુનિટમાં રહેશે.

તકેદારી રાખવી જરૂરી

લક્ષણો આ વાયરસના સામાન્ય છે. તાવ આવવાથી શરૂઆત થાય છે. જો યોગ્ય સારવાર ન મળે તો ઝાડા ઉલટી અને તાવ વધી જાય છે. ખેંચ અને સોજો આવવાથી તકલીફ વધી શકે છે. જેથી આવા લક્ષણો બાળકોમાં દેખાય તો ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. જો તો પણ યોગ્ય ન થાય તો સિવિલ જેવા મેડિકલ કોલેજ ધરાવતી હોસ્પિટલ લઈ જવા જોઈએ. તકેદારી વાયરસ માટે રાખવી જરૂરી છે. કાચા મકાનોની તિરાડોમાંથી સેન્ટ ફ્લાય નીકળે અને કરડે તો આ વાયરલ ફેલાય તેવી શક્યતા રહેવી છે. જેથી પાણીનો ભરાવો ન થાય અને કાચા મકાનો અને અંધારિયા મકાનમાં દવાઓનો છંટકાવ કરી દેવો જરૂરી છે.

આ સમાચાર શેર કરો