મહિસાગરમાં 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઇમને મળી સફળતા,એક આરોપી ઝડપાયો
મહિસાગર જિલ્લાના 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 12 મુખ્

મહિસાગર જિલ્લાના 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 12 મુખ્ય આરોપી પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નળ સે જળ કૌભાંડમાં વાસ્મોનો કર્મચારી ઝડપાયો
123 કરોડના નળ સે જળ કૌભાંડમાં લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયરને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.લુણાવાડા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે 22 જૂને હાલના વાસ્મો યુનિટના મેનેજર ગિરિશ અગોલાએ વડોદરા ખાતે CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. CID ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 3 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 4 ઇજારદાર એમ મળી કૂલ 17 કૌભાંડીઓને ઝડપી પાડ્યા હતા. CID ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી હચમચી ગયેલા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.






