મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઘોડીયામાં 1 વર્ષના માસૂમને કૂતરાએ ફાડી ખાધુ, 4 કલાકની સર્જરીમાં 1 આંખ કાઢી આ રીતે અપાયું નવું જીવન

સુરતના કડોદરા-પલસાણા રોડ પર તાંતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર ઘોડીયામાં સુ

સુરતમાં ઘોડીયામાં 1 વર્ષના માસૂમને કૂતરાએ ફાડી ખાધુ, 4 કલાકની સર્જરીમાં 1 આંખ કાઢી આ રીતે અપાયું નવું જીવન

સુરતના કડોદરા-પલસાણા રોડ પર તાંતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર ઘોડીયામાં સુવડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સ્મીમેરમાં લવાયો હતો. જ્યાં સર્જરી વિભાગ અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરાઇ હતી. જેમાં બાળકની એક આંખ કાઢવાની નોબત પણ આવી છે. 4 કલાકની સર્જરીમાં બાળકને 100 ટાંકા લેવા પડ્યાં છે. હાલ બાળક આઇસીયુમાં સારવાર હેઠળ છે.

બાળકને ઘોડીયામાં સૂવડાવ્યું હતું

તાંતીથૈયા ગામ નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરે છે. તા.3 જુને મોહન અને તેની પત્ની મજુરી કરી રહ્યા હતા. ત્યારે તેમના 1 વર્ષના પુત્ર ગુંજનને ઘોડીયામાં સુવડાવેલુ હતું. દરમ્યાન એક કુતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું. ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ ગુંજનને કૂતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સ્મીમેરમાં ખસેડાયો હતો. બાળક હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે.

હડકવાના પણ ઈન્જેક્શન અપાયા

કૂતરાએ માસુમ બાળકના ચહેરાને નિશાન બનાવ્યું હતું. જેમાં તેણે માસુમના પૂરા ચહેરાને ફાડી નાંખ્યો હતો. જેમાં એક આંખ કાઢી નાંખવી પડે તેવી સ્થિતિ હોવાથી તબીબોએ તેની એક આંખ કાઢી નાખી છે. બાળકના ચહેરાના અલગ-અલગ ભાગે બચકાં ભર્યા હોવાથી તબીબોએ સર્જરી દરમ્યાન ચહેરાના ભાગે અને માથાના ભાગે 100થી વધુ ટાંકા લેવા પડ્યા છે. હાલ બાળક આઇસીયુમાં સારવાર હેઠળ છે.સ્મીમેરના તબીબોએ તાત્કાલિક હડકવાના ઈન્જેક્શનો આપવાની સાથે ઈમ્યુનો ગ્લોબીનની સારવાર આપી હતી સર્જરી વિભાગ અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના તબીબોએ 4 કલાક બાળકની સર્જરી કરી હતી.

આ સમાચાર શેર કરો