Gandhinagar/ રાજ્યના વિકાસને વેગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વધુ 11તાલુકાઓ ‘વિકાસશીલ’ જાહેર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના વિકાસને વધુ વેગ આપવા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા (Developing Talukas) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી આ તમામ તાલુકાઓમાં વિકાસના કામોને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક માળખાકીય સુવિધાઓમાં સુધારો થશે.
દર વર્ષે કુલ ₹૩ કરોડની ગ્રાન્ટ
મુખ્યમંત્રીના નિર્ણય મુજબ, આ નવજાત વિકાસશીલ તાલુકાઓને વિકાસ કાર્યો માટે મોટી રકમની વાર્ષિક ગ્રાન્ટ મળવાપાત્ર થશે. જેમાં વિકાસ કામો માટે વાર્ષિક ગ્રાન્ટ રૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના હેઠળ વાર્ષિક રૂ. 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ 11 તાલુકાઓને હવે વિકાસ કામો માટે દર વર્ષે કુલ રૂ. 3 કરોડની ગ્રાન્ટ મળશે.
આ ગ્રાન્ટનો ઉપયોગ સ્થાનિક સ્તરે માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય જાહેર સુવિધાઓને સુધારવા માટે કરવામાં આવશે.
આ 11 તાલુકાઓને વિકાસશીલ જાહેર કરાયા
- કદવાલ
- ઉકાઈ
- ગોવિંદ ગુરુ લીમડી
- સુખસર
- ચીકદા
- રાહ
- ધરણીધર
- ઓગડ
- હડાદ
- ગોધર
- નાનાપોંઢા
રાજ્ય સરકારના આ નિર્ણયથી આ તાલુકાઓના ગ્રામજનો અને સ્થાનિક અર્થતંત્રને મોટો લાભ થશે અને સમગ્ર રાજ્યના સંતુલિત વિકાસના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે.








