વડોદરા: ફાયરકર્મીને દારૂના નશામાં માર મારનાર ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી
વડોદરામાં નશામાં ધૂત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર બ્રિગેડના કર્મચારીને માર માર્યો હોવા

વડોદરામાં નશામાં ધૂત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર બ્રિગેડના કર્મચારીને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નરે ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરીને સસ્પેન્ડ કર્યા છે.
વડોદરાના મકરપુરા ફાયર સ્ટેશનમાં અમરસિંહ ઠાકોર છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવે છે. 29 સપ્ટેમ્બરના રોજ અમરસિંહ ઠાકોરની ડ્યૂટીનો સમય બપોરના 15.00થી રાત્રિના 23.00 વાગ્યા સુધો હતો. 30 સપ્ટેમ્બરના રોજ રાત્રિના 07.00 સુધીની ઈમરજન્સી તરીકે રોકાવાનું હતું. દરમિયાન ફાયર બ્રિગેડની બોલેરો ગાડીમાં પાણી ભરવાના કારણે પબ્લિકમાં એનાઉન્સ કરવાનું હોવાથી મકરપુરા ગાડીમાં ડ્રાઇવર દિનેશભાઈ વસાવા સાથે તેઓ બદામણીબાગ કંટ્રોલરૂમમાં આવ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે પાર્થ બ્રહ્મભટ્ટ ચીફ ફાયર ઓફિસર દારૂ પીધેલા જેવા લાગતા હતા. તેણે અમરસિંહ ઠાકોરને માર માર્યો હતો.
ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ્ટ કર્મીને ગાળો બોલવો લાગ્યો હતો અને છૂટી બોટલ પણ મારી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અમરસિંહ ઠાકોરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો
પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશ્નરે કાર્યવાહી કરીને ચીફ ફાયર ઓફિસરે સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય ફરિયાદી અમરસિંહ ઠાકોર અને અમિત રાવે સસ્પેન્ડ કર્યા છે. નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.








