Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video/ Police take strict action: Man arrested for posting in support of Naxalism

Video/ Chhota Udaipur માં પોલીસની કડક કાર્યવાહી: નક્સલવાદના સમર્થનમાં પોસ્ટ કરનારની કરાઇ ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર પોલીસે સોશિયલ મીડિયા પર નક્સલવાદને લગતી આપત્તિજનક પોસ્ટ મૂકનાર એક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આરોપીની ઓળખ પરેશ રાઠવા તરીકે થઈ છે, જેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નક્સલવાદી હિડમાના સમર્થનમાં એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો.

App Store

આ ગંભીર ગુનાની નોંધ લઈને કવાંટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડાની સ્પષ્ટ ચેતવણી

જિલ્લા પોલીસ વડાએ આ મામલે સખત વલણ અપનાવતા સ્પષ્ટ સૂચન કર્યું છે કે, "વધુ ફોલોવર્સ, લાઈક અને શેરના ચક્કરમાં આવીને કોઈપણ વ્યક્તિએ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી નહીં."

પોલીસ દ્વારા Facebook, Instagram, Whatsapp જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી કૃત્યો સામે સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસનો આદેશ છે કે રાષ્ટ્રની સુરક્ષા અને શાંતિ જોખમાય તેવી કોઈપણ સામગ્રી પોસ્ટ કે શેર કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.