Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Two bridges closed on the highway connecting

VIDEO: Chhotaudepurને મધ્યપ્રદેશ સાથે જોડતા હાઈ વે પર બે બ્રિજ બંધ, વાહનોને 35 કિમીનો ચકરાવો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોડેલીથી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર આવતા બે બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર બંધ થતાં રાહદારીઓને પાવીજેતપુરના સિહોદ ચોકડી થઈ બોડેલીનું ડાયવર્જન આપવામાં આવ્યું છે. જેને લઈ નાના વાહનોને 35 કિમીનો ચકરાવો તો ભારદારી વાહનોને લગભગ 100 કિમીનો ચકરાવો લગાવવાનો વારો આવ્યો છે. જે માર્ગ પર ડાયવર્જન આપવામાં આવ્યું છે તે માર્ગ અત્યંત બિસ્માર હોઈ રાહદારીઓના વાહનોને તો નુકશાન થઈ રહ્યું છે. સાથો સાથ સમયના પણ વેડફાટ થઈ રહ્યો છે. 

App Store

ધૂળની ઉડે છે ડમરી

રંગલી ચોકડી થી બોડેલી તરફ ના માર્ગ જુવો એ કોઈ ગામડા નો ના માર્ગ નથી સ્ટેટ હાઈવે છે જે નેશનલ હાઈવે 56 ને મળે છે સ્ટેટ હાઈવે તો અતિ બિસ્માર બન્યો છેજ ચોમાસા ના સમયે ખાડા ઓ ના પાણી ભરાતા રાહદારી ઓ ને ભારે મુકેલી પડી રહી હતી જયારે હાલ વરસાદ રોકાતા તેમાં નાખેલ દળ અને કપચી ને લઈ ધૂળ ની ડમરી ઓ ઊડે છે .રાહદારી ઓ ને દિવસે પોતાના વાહન ની લાઈટો સતત ચાલુ રાખવી પડે છે. ધૂળ એવી ઊડે છે કે સામે આવતું વાહન જોવું પણ મુશ્કેલ બને છે તેને લઈ વારંવાર અકસ્માત બને છે. 

વાહનચાલકો પરેશાન

આજ માર્ગ જયારે નેશનલ 56 ને અડે છે ત્યારે નેશનલ હાઈવે 56 ની પણ એજ હાલત એટલા બધા ખાડા છે કે રાહદારી ઓ ને કયો ખાડો ટાળવો એ સમજ માં આવતું નથી .આ માર્ગ પર હાલ તો નાના જ વાહનો બે પસાર કરવા દેવા માં આવે છે. આ મુખ્ય માર્ગ પર ભારદારી વાહનો પસાર ન થવા માટે ન તંત્ર ના આદેશ ને લઈ ભારદારી વાહનો ને ભારે નુકશાન જઈ રહ્યું છે.  ભારે વાહનો ને છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જવા માટે 100 કિમી નો ચકરાવો લગાવવો પડતો હોય ભારદારી વાહન ના માલિકો ને ભારે નુકશાની વેઠવા નો વારો આવ્યો છે.