Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : massive fire broke out in Bodeli's main market

Chhota Udaipur: બોડેલીના મેઈન બજારમાં લાગી ભીષણ આગ, એક દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નવા બજાર વિસ્તારમાં શુક્રવારે (20મી ફેબ્રુઆરી) વહેલી સવારે આગની એક ભયાનક ઘટના બની હતી. મેઈન બજારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે અન્ય દુકાનોને પણ તેની ઝપેટમાં આવતા નુકસાન પહોંચ્યું છે.

App Store

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો પ્રાથમિક અંદાજ

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે જ્યારે બજારમાં દુકાનો ખુલવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક એક દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનમાં રહેલા કપડાં, કિંમતી ફર્નિચર અને અન્ય માલસામાન બળીને રાખ થઈ ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાએ બોડેલી નગરપાલિકાની અગ્નિશામક સુવિધાઓની પોલ ખોલી નાખી છે. બોડેલીમાં પૂરતી ફાયર સુવિધાઓ કે પાણીનો બંબો ઉપલબ્ધ ન હોવાને કારણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવો અશક્ય બન્યો હતો. ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ જીવના જોખમે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. જો લોકોએ સમજદારી ન દાખવી હોત તો આખું બજાર આગની લપેટમાં આવી શક્યું હોત.

છોટાઉદેપુર અને જાંબુઘોડાથી ફાયર ફાઈટર બોલાવાયા

સ્થાનિક કક્ષાએ સુવિધા ન હોવાથી તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર અને જાંબુઘોડાથી ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. આ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને અન્ય દુકાનોને બચાવી લીધી હતી.

વેપારીઓની ઉગ્ર માંગ

આ ઘટના બાદ બોડેલીના વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ માંગ કરી છે કે, બોડેલી જેવા મોટા વ્યાપારી કેન્દ્રમાં કાયમી ધોરણે ફાયર ફાઈટર અને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે. બજાર વિસ્તારમાં ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા વધારવામાં આવે.