મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માજી સાંસદના PAએ નશેડી ડૉક્ટરનો ફોડ્યો ભાંડો, પીધેલી હાલતમાં કરતો લોકોની સારવાર

છોટાઉદેપુરના માજી સાંસદના પીએએ કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર નશાની હાલતમાં દવાખાને આવતા હોવાનો વિડિઓ

માજી સાંસદના PAએ નશેડી ડૉક્ટરનો ફોડ્યો ભાંડો, પીધેલી હાલતમાં કરતો લોકોની સારવાર

છોટાઉદેપુરના માજી સાંસદના પીએએ કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર નશાની હાલતમાં દવાખાને આવતા હોવાનો વિડિઓ વાયરલ કર્યો હતો. છોટીઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં બનેલી આ ઘટના અંગે આરોગ્ય વિભાગે તેની ગંભીર નોંધ લીધી હતી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ માટે એક ટીમ કવાંટ ખાતે મોકલી હતી.

કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ભાજપના માજી સાંસદ ગીતાબેન રાઠવાના પીએ તરીકે પાંચ વર્ષ સુધી કામગીરી કરનાર અલ્પેશ રાઠવા પોતાના સસરાને દવાખાનામાં સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલભાઈ યાદવ નશાની હાલતમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : વડોદરામાં ભાજપના સિનીયર નેતાઓએ બંધ બારણે કરી બેઠક? મીડિયા સમક્ષ સૌ મૌન

તેઓ દર્દીઓને ગાળો બોલતા હતા અને તેમને ઊભા રહવાનું પણ ભાન ના હતું. જેને લઇને વિડિયો બનાવવામાં આવ્યો. તેમજ દાવખાનામાં નશાની હાલતમાં જે ડોકટર ફરજ ઉપર હતો તેને હટાવી તાત્કાલિક બીજા ડોકટરને બોલાવવામાં આવ્યા. તેઓએ જણાવ્યું કે, દવખાનામાં ઘટના બની અને મને આરોગ્ય અધિકારીએ તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના આપતા હું આવી ગયો છું. 

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસની ટીમ કવાંટ ખાતે મોકલી છે. પરંતુ ડોકટરના ઘરે તાળું હોવાથી જે કર્મચારીઓ ફરજ પર હતા તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેમજ મળતી માહિતી અનુસાર ગાંધીનગરથી પણ તપાસનો અહેવાલ માંગવામાં આવ્યો છે.જ્યારે આદિવાસી સમાજના આગેવાનોએ આવા ડોકટર સામે પોલીસ ફરિયાદ કરવા અને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો