વડોદરામાં ભાજપના સિનીયર નેતાઓએ બંધ બારણે કરી બેઠક? મીડિયા સમક્ષ સૌ મૌન
વડોદરા શહેરમાં ભાજપાના સિનીયર નેતાઓ ખાનગી હોટલમાં ભેગા થવાના હતા પરંતુ મહનમોહનસિંહના નિધન પગલે બેઠ

વડોદરા શહેરમાં ભાજપાના સિનીયર નેતાઓ ખાનગી હોટલમાં ભેગા થવાના હતા પરંતુ મહનમોહનસિંહના નિધન પગલે બેઠક રદ્દ થઈ હોવાનું સામે આવ્યુ છે. આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. નવા પ્રમુખની વરણી પહેલા આ બેઠક અગત્યની હતી. આ બેઠકમા પૂર્વ મેયર પૂર્વ કોર્પોરેટર હાલના કોર્પોરેટર અને શિક્ષણ સમિતીના ચેરમેન નજરે પડ્યા હતા.
વડોદરામાં ભાજપાના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને લઇને રદ રાખવામાં આવી છે. એક તબ્બકે નેતાઓ મીડિયાને જોઈને મુજવણમાં મુકાયા હતા. કોને આમંત્રણ આપ્યું તે કેહવા માટે સૌ ઇન્કાર કરતા કતા. ત્યારે સિનિયર હસમુખ ભાઈને આજની બેઠક કોણે યોજી છે તે અંગે પૂછતા જણાવ્યું કે પુર્વ સાંસદ રંજન બેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે. જ્યારે ભાજપા કોપોરેટર છાયા બેન ખરાદીએ જણાવ્યું કે આ દિવાળીનું સ્નેહ મિલન સમારોહ છે, ત્યારે અન્ય ભાજપા સિનિયર દિલીપ સિંહ ગોહિલે આ વાતનો રદિયો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી પણ સિનિયર કાર્યકર્તાનું સંમેલન છે. સૌથી મહત્વ ની વાત એ છે કે આવનાર સમયમાં શહેર ભાજપા પ્રમુખની નિમણુક થવાની છે તેને ધ્યાનમાં રાખીને આજની બેઠક મળવાની હતી.
આ પણ વાંચો : PMJAY કાર્ડ કૌભાંડમાં ખેડાના એક સરકારી ડૉક્ટર સહિત વધુ ત્રણની ધરપકડ
આ બેઠકનુ આમંત્રણ શહેર ભાજપ પ્રમખ ડો.વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી પણ નહતું અપાયું, તો પછી ભાજપાના આ કાર્યકરો, નેતાઓ અને અગ્રણીઓ કેમ ભેગા થવાના હતા તે મોટો સવાલ છે. હાલ શહેર ભાજપનું નમો કમલમ કાર્યાલય શરુ થયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેમ છે, આ છતાં હોટેલમાં આ બેઠક કેમ યોજાનારી હતી તે મોટો સવાલ છે. શું અહી ભાજપનુ અસંતુષ્ટોનું જૂથ ભેગુ થયું હતું કે કેમ તે ચર્ચાઓનો વિષય છે.
જોકે આજે મળનારી બેઠક દેશ નાં પુર્વ વડાપ્રધાન ડો. મન મોહનસિંહના નિધનને પગલે રદ કરવામાં આવી હતી. પરંતુ હોટેલની બહાર પુર્વ કોર્પોરેટર ડો જિગીષા બેન સેઠ, અશોક પંડ્યા, રામ મનોહર તિવારી,હસમુખ પટેલ,રશ્મિકા રાજપૂત, કિરણ ગુજ્જર,પુર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપ સિંહ ગોહિલ, મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટ છાયા બેન ખરાદી સહિતના અગ્રણીઓ નજરે પડ્યા હતા.






