મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ઉજવાશે છઠ મહાપૂજાનો પર્વ: ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

આપણો દેશ અનેકતામાં એકતા ધરાવતો દેશ

અમદાવાદમાં ઉજવાશે છઠ મહાપૂજાનો પર્વ: ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

આપણો દેશ અનેકતામાં એકતા ધરાવતો દેશ છે . એવામાં જ્યારે દેશના કોઈ એક વિસ્તારમાં વસતા લોકો જે તહેવારની ઉજવણી કરે છે તેની સમગ્ર ભારતમાં પણ ઉજવણી કરવામાં આવે છે. તે જ રીતે ઉત્તર ભારતમાં દિવાળી બાદ આવતા આસ્થાના મહાપર્વ છઠના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે અમદાવાદમાં વસવાટ કરતાં હજારો ઉત્તર ભારતીયો માટે પણ છઠ મહાપૂજાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.અમદાવાદના ઈન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળો છઠ પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છઠ પૂજાના સ્થળો, સાબરમતી રિવરફ્રન્ટ પર જોરશોરથી તૈયાર ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પૂજા ઘાટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આવતી કાલે (26 ઓક્ટોબર) છઠના દિવસે ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરૂઆત થશે. 

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની વ્યવસ્થા

ખાસ કરીને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ પૂજાઘાટ ખાતે દર વર્ષે 5000 થી વધુ શ્રદ્ધાળુઓ પૂજા માટે એકઠા થતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

શ્રદ્ધાળુઓની સુવિધા માટે, ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સિકયુરિટી ગાર્ડથી લઈ ચેન્જિંગ રૂમ સુધીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી વ્રતધારીઓને કોઈ મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે, છઠની પૂજામાં વ્રતધારીઓ દ્વારા ઊગતા સૂર્યની આરાધના અને પૂજા કરવામાં આવે છે.

સૌ પ્રથમ ભગવાન રામ અને સીતાએ કરી હતી છઠ પૂજા

નોંધનીય છે કે શહેરના પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. લોકવાયકા મુજબ યુદ્ધમાં વિજયી થઈને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા બિહારમાં સૌપ્રથમ વાર ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યકત કરવા છઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરાચાલતી આવી છે. 

શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે 

આ વર્ષે 26 ઓક્ટોબરે નહાય-ખાય એટલે કે સ્નાન કરી સાત્વિક ભોજન સાથે છઠ પૂજા પર્વનો પ્રારંભ કરાયો હતો. બાદ આજે બીજા દિવસે "છોટી છઠી" મનાવી શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે. આવતી કાલે રવિવારે બડી છઠી મનાવાશે. જેમાં સાંજે પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી નદીમાં ઉભા રહીને આથમતા સૂર્ય અને છઠી માતાની પૂજા કરાશે. 

મેદાનોમાં પાણીના કુંડ બનાવીને પૂજા કરાશે 

પરોઢથી સૂર્યોદય સુધી નદીકાંઠે ઉગતા સૂર્યની આરાધના કરાશે. આ દરમિયાન મીઠી પુરી, મીઠા ભાત (બખીર) સહિત ફળ અને અળવી, કોળું વગેરે કાચા શાકભાજીનો ભોગ ધરાવાય છે અને પછી ઘરે પ્રસાદમાં તેમનું શાક બનાવાય છે. હાલ ઈન્દિરા બ્રિજના છઠ ઘાટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો