Ahmedabad news: S.P રિંગ રોડ પરનો આ બ્રિજ 40 દિવસ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રસ્તો
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસ અ

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે ઓવરબ્રિજ પર ઔડા (AUDA) દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્ત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યાં છે. આ બંને સ્થળોએ આગામી 40 દિવસ સુધી તબક્કાવાર ટ્રાફિક બંધ રહેશે. આ ઉપરાંત કાલુપુર અને રિવરફ્રન્ટ પૂર્વ પર પણ બ્રિજ અને બુલેટ ટ્રેનની કામગીરીને કારણે ડાયવર્ઝન લાગુ કરાયા છે.
એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન
•ત્રાગડ અંડરપાસ (SP રિંગ રોડ)
કામગીરી: ત્રાગડ અંડરપાસના બોક્સના રિપેરિંગની કામગીરી.
પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.
બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.
વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.
•વટવા રેલવે ઓવરબ્રિજ (SP રિંગ રોડ):
કામગીરી: વટવા રેલવે ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી 40 દિવસ ચાલશે.
પહેલો તબક્કો (20 દિવસ): હાથીજણ સર્કલથી અસલાલી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે.
બીજો તબક્કો (20 દિવસ): અસલાલી સર્કલથી હાથીજણ સર્કલ તરફનો રસ્તો બંધ રહેશે.
વૈકલ્પિક રસ્તો: વાહનચાલકો રીંગ રોડથી રોપડા ચાર રસ્તા થઈને સરસ્વતી ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.








