Ahmedabad news: વાડજમાં સાળાઓએ આવેશમાં આવીને જીજાજીને પાંચમા માળેથી ફેંકી દીધા
અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના&nbs

અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વાડજ સેક્ટર-3, સી બ્લોકમાં કુટુંબ કલહને કારણે રિક્ષાચાલક ભાવેશ મકવાણાનું મોત થયું છે. ભાવેશનો પત્ની સાથે અણબનાવ ચાલતો હતો, જેના કારણે પત્નીના ભાઈઓ ત્યાં પહોંચી ગયા હતા.
પત્નીના ભાઈઓએ જીજાજીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધા
ઝઘડો વધતા પત્નીના ભાઈઓએ ભાવેશ પર હુમલો કર્યો અને તેને પાંચમા માળેથી નીચે ફેંકી દીધો. જેના કારણે ભાવેશનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મૃતકની પત્ની અને સાળા સહિત અન્ય સંભવિત આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સાળાને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળ ભાવેશ અને તેની પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ હતો.




