મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં કાળી ચૌદસની રાત્રે ત્રિપલ મર્ડરની ઘટનાથી મચ્યો ખળભળાટ, સામાન્ય વાહન અથડામણની ઘટના હત્યામાં પરિણામી

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, રાજકોટમાં કાળી ચૌદસની રાત્રે ત્રિપલ મર્ડ

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, રાજકોટમાં કાળી ચૌદસની રાત્રે ત્રિપલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં આ ઘટના સર્જાઈ હતી. જેમાં વાહન અથડાવવા જેવી સામાન્ય બાબત એ હત્યામાં પરિણામી હતી.

વાહન અથડામણની ઘટનામાં ત્રણની હત્યા

વાહન અથડામણની માથાકૂટ બાદ બે જૂથ સામ સામે આવ્યા હતા. જેમાં બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની હત્યા કરવામાં આવી હતી, તો સામા પક્ષે અરુણ વિનુભાઈ બારોટ નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો 

મોડી રાત્રે આ ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરી હતી, ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં બે પુરુષ અને બે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ સમાચાર શેર કરો