મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હળવદમાં હચમચાવી દેતી ઘટના, યુવકની કરપીણ હત્યા કરી શરીરના ટુકડા કરી  ફેંકી દીધા, માથું 20 ફૂટ દૂર મળ્યું

Morbi News: મોરબીના હળવદમાં એક ગંભીર અને ચકચારભરી ઘટના સામે આવી છે, જેમાં એક

હળવદમાં હચમચાવી દેતી ઘટના, યુવકની કરપીણ હત્યા કરી શરીરના ટુકડા કરી  ફેંકી દીધા, માથું 20 ફૂટ દૂર મળ્યું

Morbi News: મોરબીના હળવદમાં એક ગંભીર અને ચકચારભરી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ માથું અને હાથ કપાયેલી અત્યંત ભયાનક હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને હત્યાની આશંકાને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદમાં રાતકડી હનુમાનજી જવાના રોડ ઉપર મેલડી માતાના મંદિર સામે આવેલા એક ખેતરમાં આ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતદેહનું માથું કપાયેલી હાલતમાં છે અને મૃતદેહથી લગભગ 20 ફૂટ દૂર કપાયેલો એક હાથ પણ પડ્યો હતો. મૃતદેહની આ ગંભીર સ્થિતિ જોતા આ બનાવ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ હળવદ પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે. આ બનાવ પાછળનું કારણ શું છે, તે અંગત અદાવતનું પરિણામ છે કે અન્ય કોઈ, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સનસનાટીભર્યા બનાવને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચકચારનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

આ સમાચાર શેર કરો