મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેતપુરમાં કેમિકલ ટેન્કરે યુવકના બંને પગ ચગદી નાખ્યા, હાલત ગંભીર

Jetpur Rajkot News : રાજકોટના જેતપુરમાં બેફામ દોડતા કેમિકલ ટેન્કરે ફરી એક વાર અકસ્માત સર્જ્યો છે.

જેતપુરમાં કેમિકલ ટેન્કરે યુવકના બંને પગ ચગદી નાખ્યા, હાલત ગંભીર

Jetpur Rajkot News : રાજકોટના જેતપુરમાં બેફામ દોડતા કેમિકલ ટેન્કરે ફરી એક વાર અકસ્માત સર્જ્યો છે. જેતપુરમાં કેમિકલ ટેન્કરે યુવકને અડફેટે લઈને તેના બંને પગ ચગદી નાખ્યાં હતા, જો કે આ યુવકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

આ અંગે મળતી માહિતી મુજબ જેતપુરના નવાગઢમાં હાઇવેના  સર્વિસ રોડ પર સાડીના કેમિકલ યુક્ત પાણી ભરી જતાં ટેન્કરે  રાજેશભાઈ ચંદુભાઈ ઠુંમર નામના યુવકને અડફેટે લીધો હતો, જેના કારણે યુવક ટેન્કરના ટાયર નીચે આવી ગયો હતો અને યુવકના બંને પગ પરથી ટેન્કરના ટાયર ફરી વળ્યાં હતા. 

યુવકના બંને પગ ટેન્કરના ટાયર નીચે ચગદાઈ જતા રસ્તા પર ઘણું બધું લોહી વહી ગયું હતું. ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને કોલ કરતા 108ની ટીમ એમ્બ્યુલન્સ સાથે આવી પહોંચી હતી અને યુવકને ગંભીર હલાતે સારવાર માટે પ્રથમ જેતપુરના સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયો છે. 

આ સમાચાર શેર કરો