મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકાનું ફૂડ વિભાગ મોડે મોડે જાગ્યુ, દશેરાના બે દિવસ અગાઉ ફાફડાં-જલેબીની દુકાનો પર ચેકિંગ

સુરતમાં દશેરાના દિવસે કરોડ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થાય તે પહેલા આજે પાલિકાના ફૂડ વિભાગે વિવિધ

સુરત પાલિકાનું ફૂડ વિભાગ મોડે મોડે જાગ્યુ, દશેરાના બે દિવસ અગાઉ ફાફડાં-જલેબીની દુકાનો પર ચેકિંગ

સુરતમાં દશેરાના દિવસે કરોડ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થાય તે પહેલા આજે પાલિકાના ફૂડ વિભાગે વિવિધ દુકાનોમાંથી ફાફડા જલેબી અને તેલના સેમ્પલ લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સેમ્પલમાંથી જો કોઈ સંસ્થાના નમૂના નિષ્ફળ જશે તો તે સંસ્થા સામે પાલિકા તંત્રો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.પાલિકાએ 9 ઝોનમાં ફૂડ વિભાગની 18 ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે. 

દુકાનોમાં દરોડા

ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ પણ ઝાપટી જશે. સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થાય છે. ત્યારે કેટલાક લે ભાગુ વેપારીઓ ભેળસેળ કરતા હોય આવા વેપારીઓ સામે પાલિકાના આરોગ્ય વિભાગએ શહેરની વિવિધ ફાફડા અને જલેબી નું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા.

ટીપીસી મશીનનો ઉપયોગ

પાલિકાના ફૂડ વિભાગે ફાફડા જલેબી ના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.  તો બીજી તરફ કેટલાક વેપારીઓ એકના એક તેલમાં ફાફડા જલેબી બનાવતા હોય લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે તેના કારણે આ વખતે પાલિકાના ફૂલ વિભાગે તેલની ગુણવત્તાની ચકાસણી માટે ટીપીસી મશીનનો ઉપયોગ કર્યો છે.

આ સમાચાર શેર કરો