આ ફિક્સ પગારના કર્મચારીઓને સોંપાતા વધારાના કાર્ય માટે ચૂકવાશે ચાર્જ એલાઉન્સ, નાણાં વિભાગે જાહેર કર્યો પરિપત્ર
ગુજરાત સરકારના ક્લાસ 3-

ગુજરાત સરકારના ક્લાસ 3-4ના કર્મચારીઓ માટે સરકારે તેમના હિતમાં એક નિર્ણય લીધો છે. તે મુજબ રાજ્યના ક્લાસ 3-4ના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપવામાં આવતા વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ અંગે નાણાં વિભાગ પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે.
ચાર્જ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો
નાણાં વિભાગના પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના ક્લાસ 3-4ના ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે ચૂકવવામાં આવતા ચાર્જ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સેમ કેડરના ચાર્જ માટે 5 ટકા અને સિનિયર લેવલના વધારાના ચાર્જની સોંપણી પર 10 ટકા ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર રહેશે.
નાણાં વિભાગ દ્વારા પરિપત્ર જાહેર
સરકારી કર્મચારીઓના વધારાના કાર્યની સોંપણી સામે ચાર્જ એલાઉન્સમાં વધારો કરવા મામલે ધી ગુજરાત સચિવાયલ સ્ટાફ એસોસિયેશન દ્વારા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવતી હતી. આમ હવે આ મામલે નાણાં વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 20 ઓક્ટોબર, 2015ના ઠરાવ અંતર્ગત લાગુ થતાં ફિક્સ પગારના કર્મચારીઓને તેનો લાભ મળશે.







