મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતા વિશાળકાય મૂર્તિ પાછળ આગ લાગતા મચી અફડાતફડી

મોજીલા સુરતીઓ અન્ય તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ ભારે આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. ગણેશ વિસર્જન યાત્ર

સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતા વિશાળકાય મૂર્તિ પાછળ આગ લાગતા મચી અફડાતફડી

મોજીલા સુરતીઓ અન્ય તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ ભારે આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. ગણેશ વિસર્જન યાત્રામાં કોઈ કમી ન રહી જાય તે માટે સુરતીઓ અગાઉથી આયોજન કરતાં હોય છે. ત્યારે આજે વિસર્જન યાત્રામાં ભાગળ વિસ્તારમાં પહોંચેલી ગણપતિની મૂર્તિની પાછળના ભાગે ફટાકડા ફોડતાં આગ લાગી ગઈ હતી. જેથી અફડાફડી મચી ગઈ હતી. 

ધુમાડાથી ભય ફેલાયો

સુરતના ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતી વખતે ગણપતિની મૂર્તિ પાછળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ રાડા રાડ કરી મૂકી હતી. ગણપતિની પીઓપીની મૂર્તિ હોવાથી તેમાંથી કેસરી જેવા કલરના ધુમાડા નીકળવા લાગ્યા હતાં. 

લોકોએ જયઘોષ કર્યો

યાત્રામાં જોડાયેલા લોકોએ સતર્કતા વાપરી આગને ઓલવી નાખી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, થોડી ક્ષણો માટે તો ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. કોઈ અઘટિત ઘટના ન બનતા સ્થાનિકોએ બાપ્પાનો જયઘોષ કર્યો હતો. આ વર્ષે મોટી મૂર્તિઓ માટેના રૂટ અલગ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો