મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદીઓ ચેતી જજો, ટ્રાફિકનો નિયમ તોડ્યો તો AI ઇન્ટરસેપ્ટરથી ઘરે આવી જશે મેમો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ અદ્યતન બની છે. દુબઇની જેમ AI આધારિત ડેશકેમ દ્વારા અમદાવાદમાં પણ ટ્રાફિકન

અમદાવાદીઓ ચેતી જજો, ટ્રાફિકનો નિયમ તોડ્યો તો AI ઇન્ટરસેપ્ટરથી ઘરે આવી જશે મેમો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ અદ્યતન બની છે. દુબઇની જેમ AI આધારિત ડેશકેમ દ્વારા અમદાવાદમાં પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ચલણ આપવામાં આવશે. ગાડીમાં લાગેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર કેદ થશે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે અમદાવાદમાં આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં પણ દુબઇની જેમ AI ડેશકેમથી ચલણ આપવામાં આવશે

રોંગસાઇડ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદમાં AI ડેશકેમ દ્વારા ચલણ આપવામાં આવશે. વાહનમાં લાગેલા કેમેરામાં કેદ થનાર ચાલકોને ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી 29 ગાડીમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે. 31 કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ બની સ્માર્ટ

અમદાવાદ શહેરમાં વાહનોમાં વધારો થવાની સાથે સાથે અકસ્માતમાં પણ વધારો થયો છે. અમદાવાદ પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દુબઇની જેમ જ AI ડેશકેમથી ચલણ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

AI ડેશકેમ વાયોલેશનને શોધી કાઢ છે અને પુરાવા આપોઆપ રેકોર્ડ કરે છે.AI ડેશકેમ ટ્રાફિક ફ્લોનું રીયલ ટાઇમ મોનીટરિંગ કરવા ટ્રાફિક અધિકારીઓને ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિ ઉપર દેખરેખ રાખવા તેમજ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓનું દસ્તાવેજીકરણ પણ કરે છે. 

આ પણ વાંચો:  ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની કમાલ, 6 મહિનામાં જ હત્યા-બળાત્કાર સહિત 8 ગુના ઉકેલ્યા

32 વ્હીકલ અને 29 પોલીસ કોન્સ્ટેબલને મુવિંગ ડેશકેમ ફાળવાયા

ગુજરાતમાં સૌ પ્રથમ સ્માર્ટસીટીના સહયોગથી અમદાવાદ શહેરના તમામ ટ્રાફિક વ્હીકલ (ઇન્ટરસેપ્ટર સહિત)કૂલ 32 વ્હીકલમાં તથા ટ્રાફિક પોલીસ સ્ટેશનના કૂલ 28 પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ ફાળવવામાં આવ્યા છે. આ કેમેરા ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં મદદરૂપ નિવડશે. હાલમાં SG-1,SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ઇન્ટરસેપ્ટરમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા બાદ હેલ્મેટના કૂલ 794 કેસ, જોખમી રીતે વાહન ચલાવતા 21 વાહન ચાલકો વિરૂદ્ધ કેસ તથા ત્રણ સવારી વાહન ચલાવતા 14 વાહન ચાલક વિરૂદ્ધ કેસ તેમજ સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા 4 વાહન ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં નો પાર્કિગ તથા ટ્રાફિક વાયોલેશનના અન્ય હેડનો પણ ઉમેરો કરવામાં આવશે.  ડેશકેમ કેમેરા AI બેઝ્ડ હોઇ જે ઓટોમેટીક ટ્રાફિક વાયોલેશન કેપ્ચર કરી લે છે. આમ ડેશકેમ કેમેરા ટ્રાફિક પોલીસની કામગીરીમાં વધુ મદદરૂપ થશે.

એઆઇ ડેશકેમથી કરવામાં આવેલ વાયોલેશનનું રેકોર્ડિંગ નયનના ક્લાઉડ સર્વર પર જશે અને ત્યાથી વાયોલેશનના ફોટો NICના સર્વર પર જશે અને બાદમાં ટ્રાફિક CCTV કંટ્રોલ રૂમ ખાતે એક વાર ફરીથી ઓપરેટર દ્વારા વેરીફાય થયા બાદ વન નેશન વન ચલણમાં વાયોલેશન બુક થશે જેની જાણ વાહન ચાલકને SMS મારફતે થશે.

આ સમાચાર શેર કરો