સુરતમાં સૂર્યપુત્રી તાપીના પ્રાગટ્ય દિનની ઉજવણી, 1100 મીટરની ચુંદડી ઓઢાડાઈ લોકમાતાને
સુરતમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની સાતમે તાપીનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હત

સુરતમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની સાતમે તાપીનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. કુરૂક્ષેત્ર સ્મશાનભુમી જીણોધ્ધાર ટ્રસ્ટ દ્વારા સુર્યપુત્રી 'માં તાપી" નાં પ્રાગટય પૂજય મોટા સુર્યોદય ઘા કુરુક્ષેત્ર ઘાટ મૂકામેથી 11૦૦ મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.
સ્વચ્છતાને લઈને હાકલ
કુરુક્ષેત્ર ઘાટ વતી કહેવાયું કે, અહિં તાપી માતાનું અર્ચન પૂજન કર્યું હતું. ભક્તિ જમનાજી આપે, જ્ઞાન ગંગા આપે છે. નર્મદા આનંદ આપે છે. તાપીનું તપ એટલું છે કે, ક્ષણ માત્રનુ તપ અનેકગણું આપે છે. તાપી આપણને સ્વચ્છ કરે છે. ત્યારે આપણે પણ તેમાં કચરો ન નાખીને સ્વચ્છ રાખીશું. જેથી આપણું કર્તવ્ય છે કે, આપણે તેની જાળવણી કરીએ.
હોડીમાં બેસીને યોજાયો કાર્યક્રમ
કમલેશ સેલરે કહ્યું કે, આજે તાપી માતાના પ્રાગ્ટ્ય દિવસે સ્મરણ માત્રથી દુઃખ અને પાપનો નાશ કરનારી લોકમાતાની પૂજા અર્ચના કરીને 1100 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ મંડળો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. હોડીમાં બેસીને પૂજા અર્ચના સહિતના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. પૂરતી હોડીઓ લગાવાઈ હતી. ગાયત્રી પરિવારથી લઈને પટેલ પરિવાર અને ભૂદેવો સહિતના સમાજના લોકો જોડાયા હતાં.








