મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પ્રથમવાર યોજાયો કેટલોગ શો, ટેક્સટાઇલ મશીનરી સાથે નવી ટેકનોલોજી કરાઈ રજૂ

સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોગ શોનું આયોજન કરવામા

સુરતમાં પ્રથમવાર યોજાયો કેટલોગ શો, ટેક્સટાઇલ મશીનરી સાથે નવી ટેકનોલોજી કરાઈ રજૂ

સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બે દિવસીય શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 64થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સમગ્ર શોનું ઉદઘાટન સાંસદ મુકેશ દલાલ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં 8 વર્ષની બાળકીને નરાધમ અવાવરું જગ્યાએ લઈ ગયો, ચોકલેટની લાલચ આપીને કર્યા અડપલાં

મશીનરી રજૂ કરાઈ

શો અંગે માહિતી આપતા ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું કે, સુરતમાં આ પ્રકારનો પ્રથમવાર શો થયો છે. આ શોમાં મશીનરી તથા એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવી રહી છે. સુરત મેન મેડ ફાઇબર અને સિન્થેટિકમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ત્યારે આ મશીનરી શોમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહિત કરવામાં આવશે. કોઈ જ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી. 60 કંપનીના સ્પેર પાર્ટ રજૂ કરવામાં આવ્યા છે. ત્રણથી ચાર હજાર વીઝીટર્સ ભાગ લે તેવી શક્યતા સેવી રહ્યા છીએ.

મેક ઈન ઈન્ડિયા સાકાર

કેટલોગ શોનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ સભ્ય મુકેશ દલાલે કર્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રકારના શો વધુમાં વધુ થાય તે ખૂબ જ જરૂરી છે. હાલ સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં અગ્રેસર થઈ રહ્યું છે. ત્યારે આ શો મશીનરીના વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. મશીનરી અને પાર્ટસ માટે ઉદ્યોગ જગતને થતી હેરાનગતિમાં પણ ઘટાડો આવશે. સાથે જ મેક ઈન ઈન્ડિયાનો નારો પણ સાકાર થઈ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો