મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: સરકારી ગોડાઉનમાં દવાઓ પલડી જવાનો મામલો, 6 કર્મચારીઓની હકાલપટ્ટી

રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની દવાઓ પલળી જવાની અને

Rajkot: સરકારી ગોડાઉનમાં દવાઓ પલડી જવાનો મામલો, 6 કર્મચારીઓની હકાલપટ્ટી

રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની દવાઓ પલળી જવાની અને નુકસાન થવાની ગંભીર ઘટનામાં આખરે આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  મીડિયામાં આ ઘટનાના અહેવાલો આવ્યા બાદ ગાંધીનગરથી એક ઉચ્ચસ્તરીય તપાસ ટીમ રાજકોટ દોડી આવી હતી. લગભગ એક મહિનાની તપાસના અંતે GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ)ના વેટ હાઉસ સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બેદરકારી અને દવાઓના જથ્થાને નુકસાન પહોંચાડવાના મુદ્દે અન્ય છ કર્મચારીઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી છે.

સિવિલમાં દવાઓનો ખાલી સ્ટોક

અકસ્માત અને બેદરકારીની આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિનાથી દવાઓનો સ્ટોક ખાલી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગોડાઉનમાં પડેલો દવાઓનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી જવાથી ખરાબ થઈ ગયો હતો.

સિવિલ સ્ટાફ સામે પણ પગલાંની શક્યતા

ગોડાઉનના કર્મચારીઓ સામે કાર્યવાહી થયા બાદ હવે સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે પણ આકરી કાર્યવાહી તોળાઈ રહી છે,  ફરજ પરના સ્ટોક મેનેજમેન્ટની બેદરકારી અંગે સવાલો ઉઠ્યા છે.

વળી, આ સમગ્ર પ્રકરણ વચ્ચે સિવિલ હોસ્પિટલ દ્વારા ₹20 કરોડની શંકાસ્પદ દવા ખરીદી અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ કાર્યવાહી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તંત્રમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને ડામવા માટેના કડક પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો