ઝીંઝુવાડા પોલીસ મથકના PSI અને બે પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાનો મામલો, આરોપી સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી
સુરેન્દ્ગનગરના ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ ગત વર્ષે જાન્યુારી મહિનામાં કુખ્યાત બુ

સુરેન્દ્ગનગરના ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ ગત વર્ષે જાન્યુારી મહિનામાં કુખ્યાત બુટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ કે.વી.ડાંગર અને બે કોન્સ્ટેબલ પર નાસતા ફરતા બુટલેગર અને તેના સાગરીતો દ્વારા છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં પીએસઆઈને અને બે પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી
આ હુમલામાં પીએસઆઈને અને બે પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા પોલીસ મથકના પી.એસ.આઇ અને બે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલાના મામલે આરોપી રાજદીપસિંહ ઝાલા સામે 1 વર્ષ બાદ કાર્યવાહી કરવામા આવી છે.
આ પણ વાંચો:
રાજદીપસિંહ ઝાલા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી
મળતા અહેવાલ પ્રમાણે કુખ્યાત આરોપી રાજદીપસિંહ ઝાલા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો..આરોપીએ PSI કે.વી.ડાંગર અને 2 પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરાયો હતો..






