મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ગુજરાતમાં ભાજપને હરાવી શકાય છે?' મોદીના સૌથી ખાસ નેતાએ આપી ફોર્મ્યુલા

લોકસભામાં વિપક્ષી ગઠબંધનને મળેલી સફળતા બાદ રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે લો

'ગુજરાતમાં ભાજપને હરાવી શકાય છે?' મોદીના સૌથી ખાસ નેતાએ આપી ફોર્મ્યુલા

લોકસભામાં વિપક્ષી ગઠબંધનને મળેલી સફળતા બાદ રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે લોકસભા સદનમાંથી પીએમ મોદીને ગુજરાતમાંથી હરાવવાનો લલકાર કર્યો હતો. જો ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન આવી જાય તો મોદીનું સત્તામાં રહેવું નામુમકિન થઈ જાય. હકિકતમાં રાહુલ ગાંધી યુપી અને ગુજરાતને જ પ્રાધાન્ય આપી મોટેભાગે વાત કરી રહ્યા છે. આ બે રાજ્યોને ખાસ મહત્ત્વ આપી રહ્યા છે.  

વર્ષ 2014માં ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી હતી, પરંતુ તે અગાઉથી રણનીતિ પ્રમાણે કામ કરી રહ્યા હતા. પીએમ મોદીએ બે બેઝ બનાવ્યા હતા. એક યુપીમાં અને એક ગુજરાતમાં. બંને રાજ્યોમાં ખાસ રણનીતિ બનાવી 2013માં જ અમિત શાહને ઉત્તર પ્રદેશમાં મોકલી દીધા.  2014માં પીએમ મોદી વડોદરા અને વારાણસીથી પણ લડ્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે તેમણે યુપીમાં 80માંથી 73 અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી. અર્થાત ઉત્તર પ્રદેશ અને ગુજરાતને બેઝ બનાવીને મોદી અને શાહે પડોશી રાજ્યોને પણ આકર્ષવામાં સફળતા મેળવતા કુલ 249 બેઠકો જીતી હતી. 

પીએમ મોદીની થિયરી પ્રમાણે રાહુલ ગાંધી પણ ગુજરાત અને યુપીને તોડવા માટે ફોક્સ કરી રહ્યા છે. 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ કર્યો હતો. હવે સવાલ થઈ રહ્યા છે કે શું મોદીને ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં હરાવી શકાય? મોદીના સૌથી ખાસ અને એક સમયે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ કે જે હાલ તેમની સાથે નથી. તેમણે કહ્યું કે, મોદીને ગુજરાતમાં હરાવી શકાય છે. 

મોદી કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા જય નારાયણ વ્યાસે કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા બે વખતથી બનેલી સરકાર નકામી થઈ ગઈ છે. એવું માનવું ખોટું છે કે અહીં ભાજપ માટે જ બધું તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસને માનનારાની સંખ્યા પણ મોટી સંખ્યામાં છે. અને હજુ પણ વોટશેર વધશે.  

જુદી જુદી પાર્ટી હોવાને કારણે કોંગ્રેસના મત વહેંચાઈ જતા હતા. પરંતુ હવે બધા સાથે આવવાથી વોટ ઈન્ડિયા ગઠબંધનને જશે. જો વોટ વહેંચાશે નહીં તો 100 ટકા કોંગ્રેસ જીતશે. અમિત શાહ અને મોદીનું કોમ્બિનેશન છે. જો તે અલગ થઈ ગયા તો તેઓ ક્યારેય જીતી નહીં શકે. જો કોંગ્રેસ સંગઠન પોતાના નામ પર ખરું ઉતરશે તો ગુજરાતમાં પણ સત્તાનું સિંહાસન મેળવી શકે છે. 

યુપીમાં રાજકીય સલાહકાર પ્રોફેસર રવિકાંતે કહ્યું છે કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવે જાતિ આધારિત વસ્તી ગણતરી, અનામત વધારવાનો મુદ્દો, દલિતોનો મુદ્દો અને સામાજિક ન્યાયનો મુદ્દો ઉઠાવીને માહોલ બનાવવામાં સફળ રહ્યા છે. તેના કારણે દલિતો અને લઘુમતીઓના વોટ રાહુલ ગાંધીની સાથે ગયા. દલિત, પછાત વર્ગ અને લઘુમતિઓ ઈન્ડિયા ગઠબંધન સાથે ગયા તો યુપીમાં યોગીનું પત્તું સાફ થઈ જશે. 

આ સમાચાર શેર કરો