મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં આફતનો વરસાદ, નીચાણવાળા વિસ્તારના ઘરોમાં ખાડીના પાણી ફરી વળ્યા

દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારી શહેરમાં હવે વરસાદ આફતરૂપ બની રહ્યો

નવસારીમાં આફતનો વરસાદ, નીચાણવાળા વિસ્તારના ઘરોમાં ખાડીના પાણી ફરી વળ્યા

દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારી શહેરમાં હવે વરસાદ આફતરૂપ બની રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. દશેરા ટેકરીના રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ વિસ્તારમાંથી 30થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ તેમના રહેવા અને રાત્રી ભોજનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

હાલાકી વેઠવાનો વારો

પૂર્ણા નદી સંલગ્ન ખાડી થકી પૂરની સ્થિતિ થઈ જાય છે. શ્રમિક વર્ગના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પાલિકાએ પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે પણ અહીં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 13 ના નગરસેવક વિજય રાઠોડ કહે છે કે, આ સમસ્યા વર્ષોથી છે. આ રહેણાંક વિસ્તાર પાસેથી ખાડી પસાર થાય છે. 

રહેણાંક ઘરોમા પાણી ભરાયા

વધુ વરસાદ આવે તો ખાડી છલકાય છે.ગંદુ પાણી સીધું જ બાલાપીર વિસ્તારમાં રહેણાંક ઘરોમાં ભરાય છે. આ સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર રહેવા પામી છે. પાલિકા અને અમારી ટીમ દ્વારા મળીને રહેણાંક વિસ્તારના લોકોને સવારે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણી વધે તો મિશ્ર શાળામાં તેમને સ્થળાંતરિત કરવાની તૈયારી પણ પાલિકા બતાવી છે.

આ સમાચાર શેર કરો