BZ કૌભાંડઃ આટલા દિવસ સુધી ક્યાં સંતાયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, પરિવારનો આ રીતે કરતો સંપર્ક
ગાંધીનગર : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસ મામલે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે CID દ્વારા ભૂ

ગાંધીનગર : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસ મામલે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે CID દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ નિવેદન સહિતની પ્રક્રિયા આખી રાત ચાલી હતી. ધરપકડ બાદથી જ ઝાલાની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
ત્યારે મળતી માહિતી પ્રમાણે ઝાલા પૂછપરછ દરમિયાન મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ નકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ભુપેન્દ્ર ઝાલા શિક્ષકોને વિદેશ પ્રવાસ પર ન મોકલ્યા હોવાનું રટણ કરી રહ્યો છે.
એવી વિગતો પણ સામે આવી છે કે, જ્યારે સીઆઈડી ક્રાઇમે પહેલી વખત રેડ કરી ત્યારે ભુપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો. ઝાલાએ ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ નહોતો આપ્યો. જ્યારે તેણે કોઈ વ્યક્તિને ઓફિસે તપાસ કરવા મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે.
આ વાતની ભુપેન્દ્ર ઝાલાને ખબર પડતા તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો. એક મહિના દરમિયાન તે મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો. આ દરમિયાન તે એક વખત ગુજરાત પણ આવ્યો હતો.
આ પણ વાંચોઃ BZ કૌભાંડઃ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના મહિલા PI સાથે હતા ખાસ સંબંધ, સગાઈ સુધી પહોંચી હતી વાત- સૂત્રો
ઝાલાએ રાજસ્થાનથી અલગ-અલગ 3 સીમ કાર્ડ ખરીદ્યા હતા. વોટ્સઅપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો. જેના ફાર્મમાંથી ઝાલાની ધરપકડ કરવામાં આવી તે કિરણસિંહ ચૌહાણ સાથે ભુપેન્દ્રસિંહ વર્ષ 2018થી સંપર્કમાં હતો.
એટલું જ નહીં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે ઝાલાએ પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ ન હોવાનું ખોટું એફીડેવિટ રજૂ કર્યું હતું. હવે ભુપેન્દ્ર ઝાલાના સંપર્કમાં રહેલા લોકોની સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ભુપેન્દ્ર ઝાલાના સંપર્કમાં રહેલા લોકોને શોધવા માટે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે.








