BZ કૌભાંડ: ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી આગોતરા જામીન અરજી, 6 ડિસેમ્બરે સુનાવણી
ગુજરાતનાં સૌથી મોટા કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. BZ સ્કેમના મુખ્

ગુજરાતનાં સૌથી મોટા કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. BZ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે કોર્ટના શરણે ગયો છે.
BZ સ્કેમના મુખ્ય ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજી પર 6 ડિસેમ્બરે સુનાવણી થશે.
શું છે સમગ્ર મામલો?
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
BZ GROUP સંચાલિત BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે જેમાં મહિના 3 ટકાથી લઇને વર્ષે 33 ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. રેડ દરમિયાન રૂ.175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.
BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમ માટે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDને રેડ દરમિયાન 16.37 લાખ રોકડા, એગ્રીમેન્ટ અને 34 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જે મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 જેટલા લોકો તથા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા એજન્ટને 5 થી 25 ટકા કમિશન આપવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડથી ઓછું કે વધુ રકમનું પણ હોય શકે છે.”








