મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: ક્રિકેટરોનું ઇન્વેસ્ટમેન્ટ, ક્રિપ્ટોમાં 40 કરોડ બેલેન્સ, 22 મિલકત વસાવી; CID ક્રાઈમનો મોટો ખુલાસો

ગુજરાતમાં પોંઝી સ્કીમોથી રૂ. 6000 કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ

BZ કૌભાંડ: ક્રિકેટરોનું ઇન્વેસ્ટમેન્ટ, ક્રિપ્ટોમાં 40 કરોડ બેલેન્સ, 22 મિલકત વસાવી; CID ક્રાઈમનો મોટો ખુલાસો

ગુજરાતમાં પોંઝી સ્કીમોથી રૂ. 6000 કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઈમે તપાસ તેજ કરી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસા સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનાં ડેટા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં કરોડોની મિલકત ખરીદી હોવાનું સામે આવ્યું છે.

ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બીઝેડ ફાઇનાન્સના નામે નાણાં બમણા કરી આપવાનું તેમજ ઉંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે રૂપિયા છ હજારથી વધુનું કૌભાંડ કરવાના કેસમાં તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમને ક્રિપ્ટો અને ફોરેક્સમાં રોકાણને નાણાં વિદેશમાં મોકલાયાની મહત્વની કડી મળી છે. પોલીસે ભુપેન્દ્રસિંહ ઝાલાના રોકાણ અંગે ટેકનીકલ એનાલીસીસ કરતા ક્રિપ્ટોની ચેઇનમાં 40 કરોડનું બેલેન્સ મળી આવ્યું છે. આ ઉપરાંત, ફોરેક્સમાં પણ ખુબ મોટાપ્રમાણમાં નાણાં રોકવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે.

BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ

CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે. આરોપી ઝાલા દ્વારા ટૂંકા સમયમાં જ 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. આરોપી ઝાલાની 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમ મામલે કોઈપણ પ્રકારની જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.

BZ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડની તપાસ હેઠળ CID ક્રાઈમ મોડાસા પહોંચ્યું હતું અને ત્યાં સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસસિંહ ઝાલાની મિલકતો સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. સાથે જ BZની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે પણ મૌખિક સૂચના અપાઈ છે. CID ક્રાઈમની તપાસ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોડાસા તાલુકામાં અત્યારસુધી 5 સંપત્તિઓની ખરીદી કરાઈ હતી.

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી

BZ સ્કેમના ભાગેડુ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા 12 નવેમ્બર 2024એ આગોતરા જામીન અરજી કરી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજી પર 6 ડિસેમ્બરે સુનાવણી થશે.

આ સમાચાર શેર કરો