BZ કૌભાંડ:ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરી જેલ હવાલે, રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે કર્યો હુકમ
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. CID

BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. CID ક્રાઇમે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં ગ્રામ્ય કોર્ટે જેલ હવાલે કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે છેતરપિંડીના 3 ગુના નોંધવામાં આવ્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરી જેલ હવાલે
BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ પહેલા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોન્ઝી સ્કીમ થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ પર કેટલાક લોકોના પૈસા ચાંઉ કરવાનો પણ આરોપ લાગ્યો છે. CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય એક કેસમાં જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.ભૂપેન્દ્રસિંહ ઝાલાના 24 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: BZ કૌભાંડ: મુખ્ય એજન્ટ તરીકે કામ કરતા સરકારી શિક્ષકના રિમાન્ડ મંજૂર, 1300 લોકો પાસે કરાવ્યું હતું રોકાણ
શું છે સમગ્ર ઘટના?
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.








