મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ વેબ સિરીઝમાં કામ અપાવવાના નામે વેપારી સાથે ₹ 1.71 કરોડની જંગી ઠગાઈ!

સુરતમાં વેબ સિરીઝ અને ટીવી સિરીયલમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપીને એક વેપ

Surat/ વેબ સિરીઝમાં કામ અપાવવાના નામે વેપારી સાથે ₹ 1.71 કરોડની જંગી ઠગાઈ!

સુરતમાં વેબ સિરીઝ અને ટીવી સિરીયલમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપીને એક વેપારી સાથે રૂપિયા 1.71 કરોડની જંગી રકમની ઠગાઈનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. જોકે, આ કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવીને દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી છે.

લાલચ આપીને દોઢ વર્ષમાં લૂંટ

વેપારી રાહુલ રાઠોડ સાથે કરોડોની ઠગાઈનો આ ઘટનાક્રમ લગભગ દોઢ વર્ષના ગાળામાં બન્યો હતો. આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને વેપારીનો સંપર્ક કર્યો હતો અને તેમને પ્રતિષ્ઠિત ટીવી સિરીયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી.

ઠગાઈની અવધિ: ઓક્ટોમ્બર 2022 થી ફેબ્રુઆરી 2024

ઠગાયેલી રકમ: કુલ ₹ 1,71,00,000 (એક કરોડ એકોતેર લાખ રૂપિયા)

ચુકવણીનું માધ્યમ: UPI ઓનલાઈન ટ્રાન્સફર, ચેક, આંગડિયા મારફતે અને રોકડ સ્વરૂપે.

આરોપીઓએ છૂટક-છૂટક રીતે વેપારી પાસેથી આ જંગી રકમ પડાવી લીધી હતી.

દિલ્હીથી બે આરોપી ઝડપાયા

મોટી ઠગાઇની ગંભીરતાને ધ્યાનમાં લઈને અલથાણ પોલીસે તુરંત જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને દિલ્હીમાં તપાસની ટીમો મોકલી હતી. પોલીસે દિલ્હી ખાતેથી આ ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે:

  • વિવેક ઉર્ફે રાહુલ રોય (ઈન્દર પાલ રાજપૂત સિંગ): (ઉં.વ. 23, રહે. મહરોલી, દિલ્હી)
  • અલકા વિજયસિંગ બરૌનીયા: (ઉં.વ. 28, રહે. રાજાપુરી, ઉત્તમ નગર, દિલ્હી)

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગેંગના અન્ય સભ્યો અને ઠગાઈની પદ્ધતિ વિશે વધુ વિગતો જાણી શકાય.

આ સમાચાર શેર કરો