સાપુતારાની ખીણમાં 70 પ્રવાસીઓ સાથેની બસ રસ્તા પરથી ફંગોળાઈને ખીણમાં લટકી, 2 બાળકોના મોત
સુરતથી 70 પ્રવાસીઓ સાથેની બસ સાપુતારા ગઈ હતી. દિવસ દરમિયાન મોજ મસ્તી કરીને પ્રવ

સુરતથી 70 પ્રવાસીઓ સાથેની બસ સાપુતારા ગઈ હતી. દિવસ દરમિયાન મોજ મસ્તી કરીને પ્રવાસીઓ સાપુતારાથી સુરત પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 70 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી. જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઇ બહાર ફેંકાતા મોત થયું હતું. જ્યારે 22થી વધુ લોકોને ઇજા થતાં તેમને નજીકના શામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા. 108ની ટીમે કહ્યું કે, 70 જેટલા લોકો બસમાં સવાર હતાં.
ઓવરટેક કરવાં જતાં અકસ્માત
શનિવારે રાત્રે વરાછાના બાપા સિતારામ ટ્રાવેલની બસ નં જી.જે.05 બી. ટી.9393 સગરામપુરા પાસેથી સાપુતારા માટે ઉપડી હતી. સાપુતારામાં સહેલગાહ કરી તેઓ રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા. સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવર ટેકની લ્હાયમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમનાવાડના 7 વર્ષીય અતિફા અશ્ફાક શેખ અને 3 વર્ષીય ઉમર અશ્ફાક શેખનું સ્થળ પર મોત નિપજ્યું હતું. સાપુતારામાં બનેલી દુર્ઘટનાની માહિતી મળતા જ પર્યટકોના ખબર અંતર જાળવા સ્વજનોએ દોડધામ કરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
સુલતાના સૈયદ, અલિના સૈયદ, હિના સૈયદ, આશિયા સૈયદ, મુહમ્મદ જુનેદ, મુમતાઝ શેખ, હેતલ ખોડાભાઇ, પુષ્પલતા સુરેશ, બીના પાટીલ, દિવ્યા ડોબરીયા, સાજિદ સૈયદ પઠાણ, યુનુસ ખાન યુસુફ ખાન, સાનિયા બાનુ, મોહમ્મદ હમઝા, જમીલા અશ્ફાક, એ. જી. શેખ, તોફિક ખાન પઠાણ, ઝાકીર નાસિર સૈયદ, ઝુબેર સલીમ, કનિઝ મલીક, સબ્બિર મિયાં મુહમ્મદ, જાવેદ નઝીર.








