મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના જમીન દલાલ અને તેમના જમાઈ સાથે બંટી-બબલીએ આચરી 1.40 કરોડની ઠગાઈ

અમદાવાદમાં વધુ એક કરોડોનાી ઠગાઈની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અ

અમદાવાદના જમીન દલાલ અને તેમના જમાઈ સાથે બંટી-બબલીએ આચરી 1.40 કરોડની ઠગાઈ

અમદાવાદમાં વધુ એક કરોડોનાી ઠગાઈની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ઓફિસ ભાડે રાખ્યા પછી વિઝાનો ધંધો શરૂ કરી તેમાં જરૂરિયાત હોવાનું કહીને 1.40 કરોડની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ બોડકદેવના રહીશે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બોડકદેવના 67 વર્ષના જમીન-મકાનના ધંધાર્થી કિરીટ હિમ્મતલાલ ધોળકિયાએ નિકોલના રહીશ જીજ્ઞેશ મહેન્દ્ર પટેલ અને હિરલ જીજ્ઞેશ પટેલ સામે 1.40 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

બંટી-બબલીએ કરોડોનો ચૂનો ચોપડ્યો

ફરિયાદ મુજબ કિરિટ ધોળકિયાના પુત્ર અને પુત્રવધુના માલિકી હક્કમાં રહેલી સેટેલાઈટના વિનસ એમેડીઝમાં આવેલી ઓફિસ વર્ષ 2020માં જીજ્ઞેશ પટેલે વિઝાના કામકાજ માટેભાડેથી રાખી હતી. આ રીતે ભાડૂઆત તરીકે સંબંધ થયા પછી ઉછીના પૈસા માંગવાનું શરૂ કરાયું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં 100 રૂપિયા જેવી નજીવી બાબતે શખ્સોએ ચાની હોટલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ

જમીન મકાનના ધંધાર્થીના ટૂકડે-ટૂકડે 1.40 કરોડ કર્યા ચાંઉ

ટૂકડે-ટૂકડે ધંધાના કામ માટે કુલ 1.40 કરોડ રૂપિયા ઉછીના મેળવવામાં આવ્યાં હતા. ગ્રીન એવન્યુ ખાતે પોતાની ઓફિસનો કબજો આપવાની શરતે તેમજ સાહેદ સાર્થક ભટ્ટને પાવન રેસીડન્સીનું મકાન નોકરી બાનાખત આપી પાંચ લાખ મેળવ્યા હતા. આ મકાન અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હતું, જીજ્ઞેશ પટેલ અને હીરલ જીજ્ઞેશ પટેલે ગુનાહિત કાવતરૂ રચી ઓફિસ ભાડેથી લઈને વિઝાનો વ્યવસાય કરવાના બહાને 1.40 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ રૂપિયા પરત નહીં આપીને કિરીટ ભાઈ અને તેમના જમાઈ સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચાર શેર કરો