25થી વધુ ઘરફોડના ગુનામાં ભાગતા બંટી-બબલી ઝડપાયા, વિદેશી ચલણ સાથે મળ્યો લાખોનો મુદ્દામાલ
રાજકોટમાં વિદેશ ફરવા ગયેલ દંપત્તિના ઘરે 13 લાખથી વધુની ચોરીનો ભેદ રાજકોટની LCBએ ઉકેલી કાઢ્યો

રાજકોટમાં વિદેશ ફરવા ગયેલ દંપત્તિના ઘરે 13 લાખથી વધુની ચોરીનો ભેદ રાજકોટની LCBએ ઉકેલી કાઢ્યો છે. આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના 2 આરોપી બંટી-બબલીની LCB ઝોન 2ની ટીમે ધરપકડ કરી.
આ પણ વાંચો: VIDEO: બેટ દ્વારકામાં ફરી એક વખત 'દાદાનું બુલડોઝર' ફર્યું, ભુમાફિયાઓમાં ફફડાટ
ગત 23 ડિસેમ્બરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં રહેતું એક દંપત્તિ વિદેશ ફરવા ગયું હતું. ત્યારે તાજેતરમાં જ 23 ડિસેમ્બરના રોજ દંપત્તિ તેમના ઘરે 13 લાખથી વધુની રકમની ચોરી થઈ હતી. આ ચોરીની જાણ પોલીસને થતાં જ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘરફોડના આ ગુનામાં LCBને 2 આરોપીઓ બંટી-બબલીને પકડવામાં સફળતા મળી છે. મૂળ મહારાષ્ટ્રના અજીત ધનગર અને મૂળ બેંગલુરુની તેની પ્રેમિકાની માધાપર ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બંધ મકાનોની રેકી કરી રાત્રે બનાવતા હતા ચોરી માટેનું નિશાન. આરોપી અજીત વિરુધ્ધ મહારાષ્ટ્રમાં 17 તો કર્ણાટકમાં 11 મળી કૂલ 28 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.
આ પણ વાંચો: નડિયાદમાં 46 દુકાનો તોડવા હાઇકોર્ટે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર ઘટના
પહેલી વખત જ આરોપીએ તેની પ્રેમિકાને લઈને રાજકોટમાં ચોરીને અંજામ આપ્યો અને પોલીસના હાથે ઝડપાયો. LCB ઝોન 2ની ટીમે વિદેશી ચલણી નોટો, સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 17 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કર્યો કબજે.






