સુરતમાં BRTS ડ્રાઈવર અને પોલીસ આમનેસામને, વરઘોડો કાઢનાર સામે કાર્યવાહીની કરી માગ
છાસવારે સુરતમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આ વખતે પોલીસ દ્વા

છાસવારે સુરતમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ડ્રાઈવરનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેથી ડ્રાઈવરો આજે વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતાં. વેસુ ડેપોના 250 ડ્રાઈવરો હળતાળ ઉપર ઉતર્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ શહેરમાં દારૂ વેંચતા લોકોને પોલીસ કઈ નથી કરી રહી તેવા રોષ સાથે આક્ષેપો કરી ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો વોટસએપથી માગતા ખંડણી, ગુજરાતમાંથી આ રીતે 4 દબોચાયા
મુસાફરો પરેશાન
અડાજણમાં 3 ડિસેમ્બરના રોજ અકસ્માતની ઘટના બની હતી. શ્રીરામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી. જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે બસ ડ્રાઇવર લાલજી નાગેશ્રીની તાત્કાલિક જ ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું. ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતા આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે. 250 જેટલા ડ્રાઇવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થયા હતા.
હડતાળની ચીમકી
મુકેશભાઈ ઠુમ્મરે કહ્યું કે, દર વખતે બસ ડ્રાઇવરોનો વાંક હોતો નથી. સીસીટીવીમાં આપણે જોયું છે કે અડાજણ વાળી ઘટનામાં મહિલા બેફામ રીતે અચાનક જ બસ પાસે આવે છે. ચાલુ બસને કઈ રીતે બ્રેક લાગી શકે અને દર વખતે બીઆરટીએસ રૂટમાં નાગરિકો પોતાના વાહનો લઇ આડેધડ રીતે ચલાવતા હોય છે. જેના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બને છે. દોષનો ટોપલો ડ્રાઇવરો પર ઢોળાય છે.વાંક અમારો હોતો નથી છતાં પણ અમને ઘણી વખત માર પણ પડ્યો છે. આ વખતે હવે આ સહન થતું નથી. જેથી આ બસ ડ્રાઈવરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું.








