મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, છ લલનાઓ મહિલા સંચાલક સહિત ત્રણ ગ્રાહક પકડાયા

સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં છ મહિનાથી જેન

સુરતમાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, છ લલનાઓ મહિલા સંચાલક સહિત ત્રણ ગ્રાહક પકડાયા

સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી મહિલા સંચાલક, ત્રણ ગ્રાહકને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.જયારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરતના ડુમસની 2500 કરોડની જમીનનો કેસ, તપાસ CID ક્રાઈમના PIની જગ્યાએ કરશે Dysp

બાતમીના આધારે રેડ

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીઆઈ એ.એન.ગાબાણી અને સ્ટાફે ગતસાંજે પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક પાસે અભિલાષા હાઈટસના પહેલા માળે દુકાન નં.43 થી 47 માં બનાવેલા જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ત્યાં એક રૂમમાંથી ત્રણ ભારતીય મહિલા બેસેલી મળી હતી.જયારે અન્ય ત્રણ રૂમમાંથી ત્રણ ભારતીય મહિલા અને ત્રણ પુરુષ કઢંગી હાલતમાં મળ્યા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્યાંથી મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, રૂ.35 હજારની મત્તાના ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે છ મહિના અગાઉ આ હોટલની જગ્યા મૂળ માલિક ગૌરાંગ કિશોરભાઈ દેસાઈ પાસેથી ભાડે રાખી પુત્ર શાહરૂખ અને તેના મિત્ર અજયગીરી મેઘનાથી સાથે મળી કુટણખાનું ચલાવતી હોવાની કબૂલાત કરી હતી.

લલનાને 500 અપાતા હતા

તેની પુછપરછમાં વધુમાં જાણવા મળ્યું હતું કે શાહરુખ અને તેનો મિત્ર અજયગીરી લલનાઓને હોટલમાં મોકલી ગ્રાહકોને બોલાવી રૂમમાં મોકલતો હતો.તેઓ ગ્રાહક પાસેથી શરીરસુખ માણવા માટે રૂ.1 હજાર લઈ લલનાને રૂ.500 આપતા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મહિલા સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી.જયારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કોણ કોણ પકડાયું

(1) સંચાલક સુરૈયા ઉર્ફે આસમાં ફારૂક શેખ ( ઉ.વ.36, રહે.ઘર નં.224, ઇટારવા સોસાયટી, પલસાણા ચોકડી પાસે, સુરત )
(2) ગ્રાહક સંજયકુમાર બનવારીલાલ શર્મા ( ઉ.વ.32, રહે.303, શ્રીનીધી સોસાયટી, ડુંભાલ ટેનામેન્ટ, પુણાગામ, સુરત. મૂળ રહે.સંન્વાલોદા, જી.શીકર, રાજસ્થાન )
(3) ગ્રાહક અલીહુસૈન નુરમોહમ્મદ અંસારી ( ઉ.વ.24, રહે.ગલી નં.1, ઘર નં.566, ઉલવાડી, મીઠીખાડી, લીંબાયત, સુરત. મૂળ રહે.મદૌલી, તા.આરા, જી.ભોજપુર, બિહાર )
(4) ગ્રાહક સમસુલ સબ્બીર અંસારી ( ઉ.વ.24, રહે.ઘર નં.224, શાંતીનગર સોસાયટી, આસપાસ દાદાના મંદિર પાસે, ગોડાદરા, સુરત. મૂળ રહે.બધેલી, તા.જાંબુઆ, જી.ગીરડી, ઝારખંડ )

વોન્ટેડ

(1) સંચાલક સુરૈયા ઉર્ફે આસમાનો દિકરો શાહરૂખ ફારુક શેખ ( રહે.પ્લોટ નં.23, સફીના પાર્ક-1, ઈટારવા, સર્વોત્તમ હોટલ પાસે, પલસાણા, સુરત )
(2) સંચાલક અને શાહરૂખનો મિત્ર અજયગીરી મેઘનાથી ( રહે.કડોદરા )
(3) હોટેલની જગ્યાનો મુળ માલિક ગૌરાંગ કિશોરભાઇ દેસાઇ

આ સમાચાર શેર કરો