મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PHOTOS: આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, ઘર, દુકાન,શહેરના માર્ગો પાણીમાં

આણંદ જિલ્લાના બોરસદમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઈંચ

PHOTOS: આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, ઘર, દુકાન,શહેરના માર્ગો પાણીમાં

આણંદ જિલ્લાના બોરસદમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે આખું શહેર જળમગ્ન થયું હતું. શહેરનું જનજીવન ખોરવાયું હતું, વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા નહોતા, વેપારધંધા બંધ રાખવા પડ્યા હતા.  

બોરસદના વાન તળાવ વિસ્તાર પાણીમાં ડૂબ્યો હતો. SDRFની 15 સભ્યોની ટીમે બોટો તરતી મૂકી હતી. 200 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. તમામ અસરગ્રસ્તોને સરસ્વતી શિશું મંદિરમાં આશરો આપવામાં આવ્યો હતો.


સ્થિતિની ગંભીરતાને જોઇને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને સ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલા લેવા, રાહત-બચાવની કામગીરી ઝડપી બનાવવા તેમજ અધિકારીઓને હેડક્વાટર ન છોડવા આદેશ આપ્યો હતો.

બોરસદમાં આભ ફાટવાની સ્થિતિમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. જોકે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકસાની થવા પામી હતી. 

બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ, અલારસા-દાવોલ રોડ બંધ કરાયો

બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ રોડ તેમજ અલારસા-દાવોલ રોડ પર ભારે વરસાદને લીધે પાણી ભરાઇ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તકેદારીના ભાગરૂપે વહિવટીતંત્ર દ્વારા આ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. રાહદારીઓએ આ રોડ પરથી અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી

આણંદ જિલ્લામાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આજે તા.૨૫ જુલાઈના રોજ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો