સુરત : કાપોદ્રામાંથી ગુમ થયેલી યુવતીનો નગ્ન અવસ્થામાં તાપી નદીમાંથી મળ્યો મૃતદેહ
સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ખુબ વધી ગયું છે. ગુનેગારોને પોલીસે અને કાયદાનો ડર જ ન રહ્યો હોય

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ખુબ વધી ગયું છે. ગુનેગારોને પોલીસે અને કાયદાનો ડર જ ન રહ્યો હોય એમ ચોરી, લૂંટ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ હવે સુરતમાં સામાન્ય વાત બની ગઈ છે. આવામાં કાપોદ્રા વિસ્તારમાં વધુ એક ઘટના બની છે.
નગ્ન અવસ્થામાં મૃતમેહ મળ્યો, ઇજાના પણ નિશાન
શહેરના કાપોદ્રા વિસ્તારમાં ઘરેથી ગુમ થેયલી 20 વર્ષીય યુવતીનો તાપી નદીમાંથી નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતીના મૃત્યદેહ પર એક પણ કપડું ન હતું, સાથે જ મૃતદેહ પર ઇજાના નિશાન પણ હતા. આથી આ યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ યુવતી પર દુષ્કર્મ આચરી આ યુવતીની હત્યા કરી તેને તાપી નદીમાં ફેંકી દીધી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. યુવતીના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો મૃતદેહ લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
આ પણ વાંચો : ઉમરેઠ BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી કરી ગર્ભવતી
જીમમાં બે પરપ્રાંતીય યુવતીના મોત બાદ તંત્રની ભુમિકા શંકાસ્પદ
સુરતમાં અઠવા ઝોનમાં શિવ પૂજા બિલ્ડીંગ માં બનેલા અગ્નિકાંડમાં બે પરપ્રાંતીય યુવતીના મોત બાદ સમગ્ર તપાસને આડે પાટે ચઢાવાવ માટે પહેલા જ દિવસથી પ્રયાસ શરુ થઈ ગયાં છે.
ઘટના બની તે જગ્યા ભુપેન્દ્ર પોપટની હતી અને તે બિલ્ડર અનિલ રુંગટાએ ખરીદી હતી તેવી વાત બહાર આવી હતી. જોકે, પાલિકાએ પોલીસને જે પુરાવા આપ્યા તેમાં અનિલ રુંટગા નહી પરંતુ ભુપત પોપટનું જ નામ હોવાથી વિવાદ ઉભો થયો હતો.
સુરત પાલિકાના અઠવા ઝોનમાં શિવ પૂજા બિલ્ડીંગમાં જીમ અને સ્પા માં લાગેલા આગાના કિસ્સામાં મોટા માથાઓને બચાવવા માટે ખેલ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી ભુંડી ભુમિકા પાલિકાના અઠવા ઝોનની બહાર આવી છે.
શુક્રવારે આકારણી ચોપડે અનિલ રૂંગટાનું નામ હોવાની વાત કરનારા અધિકારીએ 24 કલાક બાદ ફેરવી તોળ્યું છે અને આકારણી ચોપડે હજી ભુપત પોપટનું નામ છે તેવું રટણ શરૂ કર્યું છે. અનિલ રુંટગાનું નામ નીચેના કર્મચારી દ્વારા આપાવમાં આવેલી માહિતીના આધારે કહ્યું હોવાનો ખુલાસો પણ અધિકારી કરી રહ્યાં છે.
24 કલાકમાં જ અઠવા ઝોનના અધિકારીઓએ માહિતીને તોડી મરોડી આપી રહ્યાં છે તેથી પાલિકાના અઠવા ઝોનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.








