Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Serious allegation of molestation against BAPS temple priest

ઉમરેઠ: BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી કરી ગર્ભવતી, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ઉમરેઠ: BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી કરી ગર્ભવતી, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ

ઉમરેઠના BAPS મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગ્યો છે. BAPS  મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આક્ષેપ કર્યો. પીડિતાના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મંદિરનો પૂજારી અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. 

App Store

આ પણ વાંચો: અમદાવાદ: મુસ્લિમ યુવતીને હિંદુ બનાવીને યુવાન સાથે મેરેજ બ્યુરોએ કરાવ્યા લગ્ન, એક સંતાનની માતા નીકળી

ઉમરેઠમાંથી થોડ઼ાક દિવસો પહેલા મળી આવ્યું હતું મૃત નવજાત

આણંદના  ઉમરેઠમાં થોડાક દિવસ પહેલા મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને કોઈ ત્યજીને ત્યાંથી જતું રહ્યું હતું. ત્યારે આ મૃત બાળક મામલે પોલીસે સઘન તપાસ આદરી હતી. મૃત નવજાત મામલે મોટો ખુલાસો સામે આવતા સમગ્ર ઉમરેઠમાં હડકંપ મચી ગયો છે.

દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો

દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ આરંભી છે. હાલ પરિવારજનો યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પીડિતાના પિતાએ જણાવ્યું કે આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી.

મારી દીકરી પર પૂજારીએ દુષ્કર્મ આચર્યું અને કરી ગર્ભવતી 

મારી દીકરીને પૂજારીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી વોશરૂમ માટે ગઈ ત્યારે જ બાળક બહાર આવી ગયું હતું. બાળકને ત્યાંજ અમે  મૂક્યું અને દીકરીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં ત્યાંથી અમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઈને તપાસ આદરી હતી.