Chhotaudepur News: બે દિવસથી ગૂમ હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળ્યો, નર્મદા નદીમા થયેલા મોતનું રહસ્ય ઘેરાયું
છોટાઉદેપુર જિલ્લામાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય મુકેશ વસાવા છેલ્લા બે દ

છોટાઉદેપુર જિલ્લામાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય મુકેશ વસાવા છેલ્લા બે દિવસથી ગુમ હતા. પરિવારજનો અને સહકર્મીઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો.
શંકાસ્પદ રીતે મળ્યો મૃતદેહ
બુધવારે કવાંટ તાલુકાના હાફેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે સ્થાનિક લોકોએ એક અજાણ્યા વ્યક્તિની લાશ જોવા મળતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ગુમ થયેલા હેડ કોન્સ્ટેબલ મુકેશ વસાવા તરીકે થઈ છે. પોલીસ સૂત્રો મુજબ, મૃતદેહ નદીમાં બે દિવસથી વધુ સમયથી હોવાની શક્યતા છે. હાલમાં મોતના કારણો સ્પષ્ટ નથી, અને તે આત્મહત્યા, અકસ્માત કે અન્ય કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ છે કે નહીં તે જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
મૃતક શાંત સ્વભાવના હતા
ઝોઝ પોલીસ સ્ટેશનના સહકર્મીઓએ જણાવ્યું કે મુકેશ વસાવા ફરજ પર નિયમિત અને શાંત સ્વભાવના હતા, પરંતુ છેલ્લાં કેટલાક દિવસોમાં તેઓ થોડા ઉદાસ નજરે પડતા હતા. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મોતનું રહસ્ય ખુલશે. આ ઘટનાથી પોલીસ તંત્ર અને સ્થાનિક સમુદાયમાં શોક અને આશ્ચર્યનો માહોલ છે.






