ગુજરાતના યુવકની જર્મનીના તળાવમાંથી મળી લાશ, અભ્યાસ અર્થે વિદેશ ગયો હતો
વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું રહસ્યમય મોત થયું છે. પાંચ દિવસ પહેલા જ યુવકની જર્મનીના એક તળાવમાંથી લાશ

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું રહસ્યમય મોત થયું છે. પાંચ દિવસ પહેલા જ યુવકની જર્મનીના એક તળાવમાંથી લાશ મળી છે. યુવક અભ્યાસ માટે પાંચ વર્ષ પહેલા જર્મની ગયો હતો.
એકના એક દીકરાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં રહેતો યુવક આજથી પાંચ વર્ષ પહેલા ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે જર્મની ગયો હતો. ત્યારે આ યુવકની પાંચ દિવસ પહેલા જર્મનીના તળાવમાંથી લાશ મળી છે. એકના એક દીકરાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી કરવામાં આવી
બીજી તરફ સરકારના વિદેશ મંત્રાલયના સહકારથી ચિરાગના મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.








