અમદાવાદ / 2 દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો, કોણે કરી હત્યા?
અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં રહેતો યુવક બે દિવસ પહેલા ગુમ થયો હતો. જો કે આજે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે

અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં રહેતો યુવક બે દિવસ પહેલા ગુમ થયો હતો. જો કે આજે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવકની કોઈએ હત્યા કરી નાખી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બોપલ વિસ્તારમાં રહેતો નિલેશ વાઘેલા નામનો યુવક 11મી મેના દિવસથી ગુમ થયો હતો. નિલેશ SG હાઇવે પર છારોડીમાં આવેલા SGVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. જો કે 11મી મેના દિવસે નોકરીએ ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો.
દરમિયાન આજે શહેરના રિંગ રોડ પરથી નિલેશ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટ મુજબ કોઈએ ગળું દબાવીને નિલેશની હત્યા કરી છે.
નિલેશ વાઘેલાની હત્યાથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધ્યા છે. પરિવારજનોએ કેટલાક શકમંદોના નામ જણાવ્યા છે, જે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.






