ફરી ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર, મુંબઈથી લાવી સુરતમાં છૂટક વેચાણ કરતા પેડલર આ રીતે પકડાયા
સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ આરોપી મુંબઈથી ડ્રગ્સ લ

સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં છૂટકમાં વેચાણ કરતા હતાં. આરોપીઓ પાસેથી 4,39,600ના મેકેડોન ડ્રગ્સ 43.96 ગ્રામ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી અગાઉ પણ 4-5 વખત આવી જ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરી ચૂક્યા છે. હાલ આરોપી જામીન પર છૂટ્યા હતા.
આ પણ વાંચોઃVIDEO: સુરતમાં યુવકે આપઘાતની બીક આપી કર્યા ખૂબ ધતિંગ, પછી પોલીસ આવી ને થઈ જોવા જેવી
બન્ને અગાઉ પણ ઝડપાયેલા
આરોપીઓની પૂછપરછ દરમિયાન આ MD ડ્રગ્સનો જથ્થો મુંબઇ મલાડથી લાવી સુરત શહેરમાં છુટકમાં વેચાણ કરવા જઈ રહ્યા હતા. અગાઉ 4-5 વખત એમ.ડી.ડ્રગ્સ લાવી ચોરી છૂપી વેચાણ કરી ચૂક્યા છે. બંને પકડાયેલા આરોપીઓ સુરતના કુખ્યાત ગુનેગાર છે. અગાઉ મર્ડર, મોબાઈલ સ્નેચીંગ, શરીર સંબધિત તથા પાસા વગેરે ગુન્હાઓમાં પકડાઈ ચૂક્યા છે.
બાતમીના આધારે પકડાયા
વેડ રોડનો શાહેદ તથા રાંદેરનો કૃણાલ બંને મુંબઈથી MD ડ્રગ્સ લાવી સુરતમાં વેડ રોડ તથા રાંદેર વિસ્તારમાં વેચતા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ MD ડ્રગ્સ લઈને કાપોદ્રા ચાર રસ્તા પર આવવાના છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાપોદ્રા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આરોપી શાહેદ ઉર્ફે દાનીશ ઉર્ફે કનર અને કૃણાલ ભરતભાઇ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ 43,96 ગ્રામ જેની ૩ 4,39,600/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ. 5,31,470 કબજે કરવામાં આવ્યા છે.








