મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં યુવકે આપઘાતની બીક આપી કર્યા ખૂબ ધતિંગ, પછી પોલીસ આવી ને થઈ જોવા જેવી

આજ સુધી તમે દારૂડિયાઓ કે પ્રેમીઓને પોતાની વાત મનાવવા માટે વીજળીના થાંભલા પરથી કૂદવાનું નાટક કરત

આજ સુધી તમે દારૂડિયાઓ કે પ્રેમીઓને પોતાની વાત મનાવવા માટે વીજળીના થાંભલા પરથી કૂદવાનું નાટક કરતા જોયા હશે. પરંતુ આજે સુરતમાં એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક યુવક તેની બિલ્ડીંગના ચોથા માળની બારીની છત પર ચઢી ગયો હતો. જ્યાં નીચે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃનોનવેજ સિઝલર ખાધા પછી એક પછી એક 20 મહિલા થઈ બેભાન, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

કોઈની વાત સાંભળવા રાજી નહોતો

સુરતના નનસાડ ગામમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પારિવારિક ઝઘડાથી કંટાળીને એક યુવક તેની સોસાયટીના ત્રીજા માળની બારીની છત પરથી નીચે કુદી જવા ચડી ગયો હતો. સોસાયટીના લોકોએ તેને જોઈને નીચે ઉતરવાનું કહ્યું, તો તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. નીચે કૂદી જવાની ધમકી આપવા લાગ્યો. આખરે સોસાયટીના લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.

પોલીસે વાતચીતમાં રાખ્યો વ્યસ્ત

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરના જવાનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે નીચે ઉતરવા તૈયાર નહોતો. આ પછી ફાયર વિભાગનો સ્ટાફ અને પોલીસની ટીમ બિલ્ડીંગની નીચે જાળી લઈને ઊભી રહી ગઈ હતી. જેથી યુવક નીચે કૂદી પડે તો પણ તેને બચાવી શકે. અંતે ફાયર બ્રિગેડની ટીમ બિલ્ડિંગની છત પર પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસે યુવકને વાતચીતમાં વ્યસ્ત રાખ્યો હતો. આ પછી ફાયરના જવાનો ચોથા માળની છત પર ચઢી ગયા હતા. બાદમાં યુવકને પકડી લીધો હતો. આખરે યુવકનો જીવ બચી ગયો હતો.

પારિવારિક ઝઘડાથી કંટાળીને આ પગલું ભર્યું

પોલીસે યુવકની પૂછપરછ કરતાં તે નનસાડ ગામના સજાવટ પેલેસમાં તેના પરિવાર સાથે રહે છે. તેનું નામ કમલેશ ભાઈ કવાડ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારમાં સતત થતા ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. હાલ પોલીસે કમલેશ કવાડ સામે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે.

આ સમાચાર શેર કરો