મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે તૈયારી શરૂ કરી, વોર્ડ વાઇઝ સ્નેહમિલન સમારોહ યોજશે

અમદાવાદમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે.

મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે તૈયારી શરૂ કરી, વોર્ડ વાઇઝ સ્નેહમિલન સમારોહ યોજશે

અમદાવાદમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે. વોર્ડ મુજબ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ શકે છે.

AMCની ચૂંટણીની તૈયારીઓ શરૂ

લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે. અમદાવાદમાં ભાજપ દ્વારા લાભ પાંચમથી (26 ઓક્ટોબર)થી 10 નવેમ્બર દરમિયાન વોર્ડ વાઇઝ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક વોર્ડ સમ્મેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા ભાજપ વોર્ડ મુજબ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો