સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મોટા સમાચાર, ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વલસાડ,બોટાદ,ન

ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વલસાડ,બોટાદ,નર્મદા, અરવલ્લી સહિતના જિલ્લામાં જિલ્લામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
વલસાડ નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર
ભાજપે વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નામ જાહેર કર્યા છે. ભાજપના 7 વોર્ડના 28 નામ જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવોદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પારડી નગરપાલિકાના ઉમરગામ તાલુકા પંચાયતના બે બેઠકોના પેટા ચૂંટણીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકના નામ પણ ભાજપે જાહેર કર્યા છે.
નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બેઠક માટે સાગબારા અને દેડિયાપાડામાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અરવલ્લીમાં પણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. માલપુર અને બાયડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લામાં પણ જીલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારનુ નામ જાહેર કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લામાં પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લામાં ભાજપના ઉમેદવારોની યાદી
ગાંધીનગર જિલ્લામાં ભાજપના ઉમેદવારોની યાદી
સુરેન્દ્રનગર જિલ્લાની ભાજપના ઉમેદવારોની યાદી
ભાવનગર જિલ્લાની ભાજપના ઉમેદવારોની યાદી
સુરેન્દ્રનગર જિલ્લાની ભાજપના ઉમેદવારોની યાદી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)








