ખુદ ભાજપના સાંસદની કંપનીની ઓફિસ જ ફાયર NOC વિનાની, નાની આગના બનાવમાં થયો મોટો ખુલાસો!
રાજકોટમાં ભાજપના રાજ્યસભાનાસાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરની ઓફિસમાં ફાયર NOC ન હોવાન

રાજકોટમાં ભાજપના રાજ્યસભાનાસાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરની ઓફિસમાં ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે મનપાના ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી મામલે નોટિસ ફટકારી બિલ્ડીંગો, ગોડાઉનો સીલ કરતી મહાપાલિકા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ એક સપ્તાહમાં નહીં કરે તો ઓફિસની સીલ કરશે નહીં તે જોવાનું રહેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત જુલાઈ માસમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ મારુતિ કુરિયરના ઓફિસમાં એક પાર્સલની અંદર આગ હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની એક ગાડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ફાયર વિભાગે તપાસ કરતા આ ઓફિસમાં ફાયર NOC ન હોવાનું સામે આવતા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
સાત દિવસમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં કરવામાં આવે તો બિલ્ડીંગ સીલ કરાશે!
જો કે હવે સાત દિવસના સમયમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં કરવામાં આવે તો બિલ્ડીંગ સીલ કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. સામાન્ય રીતે તો નોટિસ મળ્યાના એક અઠવાડિયાની અંદર ફાયર સિસ્ટમ અંગે કાર્યવાહી કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવા સુધીની જોગવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ અગ્નિકાંડ સમયે સાંસદ રામ મોકરીયાએ ફાયર વિભાગના તત્કાલીન ડે. ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે રૂ.70,000ની લાંચ માગ્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે પાછળથી આ રકમ પરત પણ આપી હોવાનું જણાવ્યું હતું.








