મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

1 સપ્ટેમ્બરથી શરૂ થશે ભાજપનું સદસ્યતા અભિયાન, ગાંધીનગરમાં યોજાઈ કાર્યશાળા

આગામી 1 સપ્ટેબરના રોજ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થવા જય રહ્યું છે. 1 સપ્ટેમ્બરના રોજ ભાજપ ર

1 સપ્ટેમ્બરથી શરૂ થશે ભાજપનું સદસ્યતા અભિયાન, ગાંધીનગરમાં યોજાઈ કાર્યશાળા

આગામી 1 સપ્ટેબરના રોજ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થવા જય રહ્યું છે. 1 સપ્ટેમ્બરના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા PM મોદીને સભ્ય બનાવી સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવશે. ભાજપના આ સદસ્યતા અભિયાન અંગે ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે ગુજરાત BJPની કાર્યશાળા યોજાઈ હતી. 

ગુજરાત BJP દ્વારા 6 કમિટી બનાવાઈ 

ભાજપના આ સદસ્યતા અભિયાન અંગેની ગુજરાત BJPની આ કાર્યશાળામાં  જિલ્લા-મહાનગરના પ્રમુખો, પ્રદેશના હોદ્દેદારો અને  સદસ્યતા અભિયાનના સંયોજકો હાજર રહ્યા હતા. 

બેઠકમાં સદસ્યતા અભિયાન-2024ને લઈ મહત્વની સૂચનાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સદસ્યતા અભિયાન માટે  6 કમિટીની  રચના કરવામાં આવી છે. 

પ્રદેશ લેવલની કાર્યશાળા બાદ મહાનગર અને જિલ્લા લેવલે બેઠક યોજાશે. 25 ઓક્ટોબર સુધીમાં મહાનગર અને જિલ્લા લેવલ પર સદસ્યતા અભિયાનની બેઠકો પૂર્ણ થશે. મહાનગર અને જિલ્લા લેવલ બાદ મંડળ લેવલે બેઠક થશે. સદસ્યતા અભિયાન અંતર્ગત 31 ઓક્ટોબરના રોજ બુથ લેવલે બેઠકો યોજાશે. 

બુથ વાઈઝ 200 સભ્યોનો લક્ષ્યાંક

ભાજપના આ સદસ્યતા અભિયાન અંગે કાર્યશાળામાં PPTના માધ્યમથી સદસ્યતા અભિયાનની રૂપરેખા બતાવાઈ હતી. કાર્યશાળામાં વધુમાં વધુ સભ્યો બનાવવા સૂચના આપવામાં આવી છે. બુથ વાઈઝ સભ્યો બનાવવા પર ભાર મૂકવા સૂચન અપાયું છે. 

કેન્દ્ર તરફથી દરેક બુથ પર 200 સભ્યો બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. 

વિપક્ષ સામે મજબૂતીથી લડવા બીજેપીની વિચારધારાવાળા  સક્રિય સભ્યોને જોડવા સૂચના આપવામાં આવી છે. બીજેપીના બંધારણ, સંકલ્પ, મૂળ દર્શન અને પંચ નિષ્ઠાઓમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિને જ સભ્ય બનાવશે. 

સભ્ય બનવા માટે બીજેપી દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવશે. નંબર પર મિસ્ડકોલ કરીને  મળેલી લિંક પર ફોર્મ ભરીને પણ સભ્ય બની શકાશે. QR કોડ અને વેબસાઇટ પરથી પણ સદસ્યતા મેળવી શકાશે. 

1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ થશે

1 સપ્ટેમ્બરના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા PM મોદીને સભ્ય બનાવી સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવશે. 2 અને 3 સપ્ટેમ્બર સુધીમાં મુખ્યમંત્રીઓને સભ્ય બનાવાશે 4 અને 5 સપ્ટેમ્બરથી જિલ્લાઓમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થશે.  1 ઓકટોબર બાદ સદસ્યતા અભિયાનના બીજા ચરણનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ ચરણ બાદ સમીક્ષા બેઠકનું આયોજન થશે.  2020માં સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતમાં બીજેપીના 1.13 કરોડ પ્રાથમિક સભ્યો નોંધાયા હતા.

આ સમાચાર શેર કરો