મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉના: નગરપાલિકાના ભાજપના સભ્યે નશાની હાલતમાં બહેન પર કર્યો છરીથી હુમલો

ગીર સોમનાથના ઉના ભાજપના સદસ્યનો વિડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉના

ઉના: નગરપાલિકાના ભાજપના સભ્યે નશાની હાલતમાં બહેન પર કર્યો છરીથી હુમલો

ગીર સોમનાથના ઉના ભાજપના સદસ્યનો વિડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉના વોર્ડ નંબર 9ના નગરપાલિકાના ભાજપના સદસ્ય નશાની હાલતમાં જોવા મળ્યા હતા. ભાજપના આ સદસ્યએ નશાની હાલતમાં પોતાની પિતરાઈ બહેન પર છરી અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

સમગ્ર હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ

આ સમગ્ર હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 9ના સદસ્ય રાજુ ગોસ્વામી તેમની પત્ની એન પુત્રનો ભારે ઉત્પાત મચાવ્યો હતો.

મહિલા પર આ તમામ લોકો તૂટી પડ્યા

મહિલા પર આ તમામ લોકો તૂટી પડ્યા હતા. મહિલાને હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભાજપના વોર્ડ નંબર 9ના સદસ્ય રાજુ ગોસ્વામી તેમની પત્ની એન પુત્ર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા

આ પણ વાંચો: વેરાવળમાં લવ જેહાદનો કિસ્સો: પરણિત મુસ્લિમ યુવાને હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં, હોટલમાં આચર્યું દુષ્કર્મ

જોકે એ હજુંસામે નથી આવ્યું કે કઈ બાબતે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં તુરંત હોસ્પિટલ પહોંચી હતી, અને હુમલાખોરો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો